મહેશગિરી મામલે મૌન ચર્ચાસ્પદ બન્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાએ રાજ્યના ગૃહ વિભાગમાં સ્વૈચ્છિક નિવૃત્તિ માંગ્યા બાદ રાજ્ય સરકારે રાજીનામુ મંજુર કર્યું હતું.એસપી હર્ષદ મેહતા જૂનાગઢ જિલ્લામાં એક વર્ષ અને છ મહિનાના કાર્યકાળમાં તેમની કાર્ય પદ્ધતિથી ખુબ મોટા પ્રમાણમાં લોક ચાહના મેળવી હતી.અને ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર એ સૂત્રને સાર્થક કરીને લોકોના હ્નદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું આજે સ્વૈચ્છિક નિવૃત થનાર એસપી મેહતાને પોલીસ અધિકરીઓ અને વહીવટી તંત્રના અધિકરી તેમજ સામાજિક સંસ્થા અને પદાધિકારીઓ દ્વારા અદકેરા સન્માન સાથે ભવ્ય વિદાઈ અપાશે. એસપી હર્ષદ મેહતાએ જૂનાગઢ જિલ્લામાં 16 મહિનામાં ક્રાઇમ કંટ્રોલ કરવામાં સફળ ભૂમિકા અદા કરી હતી અને જૂનાગઢ જિલ્લાનો ચાર્જ સાંભળતા એક પછી એક સામાજિક કાર્ય સાથે અસામાજિક તત્વો સામે કડક એકશન લઈને સફળ કામગીરી કરીને લોક ચાહના મેળવી હતી
- Advertisement -
જેમાં ડ્રગ્સ વિરોધી મુહિમ ચલાવી યુવાનોમાં જાગૃતા ફેલાવી અનેક કાર્યક્રમો યોજ્યા હતા તેની સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરીને સેંકડો ઈસમોને કાયદાનું ભાન કરાવ્યું હતું તથા જિલ્લાની વિવિધ શાળા – કોલેજમાં વિદ્યાર્થી ભાઈ બેહનો સાથે સંવાદ કરીને આજના ડીઝીટલ યુગમાં સાઇબર અવર્નેશ કાર્યક્રમ યોજીને આ આજની યુવા પેઢીમાં લોક ચાહના પ્રાપ્ત કરી છે. આજે બપોરે 3 વાગ્યેથી એસપી કચેરીથી પોલીસ પરિવાર દ્વારા સન્માન સાથે ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યાર બાદ પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી વિદાઈ શરુ કરી રાયજીબાગથી બાહુદ્દીન કોલેજ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.અને ત્યાર બાદ બહાઉદીન કોલેજ ખાતે પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા જાહેર જનતાનો આભાર વ્યકત કરી પોતાનું ઉદ્દબોધન કરશે.અને રાત્રે 8 કલાકે અધિકરીઓ અને પદાધિકરીઓ માટે એક વિદાઈ સમારંભ પણ યોજવામાં આવ્યો છે.