સોશિયલ મીડિયા પર હથિયાર સાથે રોફ જમાવવો ભારે પડ્યો
હથિયાર સાથે સિનસપાટા કરનાર સામે ગુનો નોંધાયો
- Advertisement -
એરગન, છરી અને ધારીયા સાથે ફોટો મૂકવા ભારે પડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સોશિયલ મિડીયાનો સદ ઉપયોગના બદલે આજના યુવાનો અને યુવતી દૂર ઉપયોગ કરતા અનેક વિડિઓ ફોટા સામે આવ્યા છે ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને સ્ટાફ દ્વારા ખાસ સોશિયલ મિડીયા ડ્રાઈવ યોજાઈ હતી જેમાં જૂનાગઢ જિલ્લાના ચાર ઈસમો હથિયાર સાથે સોશિયલ મિડીયાના અલગ અલગ પેલેટફોર્મ પર ફોટા મૂકી રોફ જમાંવાનો ભારે પડ્યો હતો અને એસઓજી પોલીસની ડ્રાઈવમાં ઝપટે ચડતા ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આજના સોશીયલ મિડીયામાં હથિયારો સાથે સીન સપાટા કરીને લોકોને ડરાવવા ધમકાવવાના કિસ્સાઓ વઘ્યા છે ત્યારે જૂનાગઢ એસઓજી પોલીસની ડ્રાઇવ સાથે જિલ્લા સાયબર સેલના સ્ટાફ દ્વારા છરી, એરગન, ધારીયા જેવા હથિયારો સાથેના ફોટા પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતા તેના એકાઉન્ટની ચકાસી કરી હતી. જેમાં ભાટીયા ધર્મશાળા રોડ પર રહેતા અફઝલ અલી શેખે પોતાના ફેસબુક આઇડીમાં છરી સાથેનો ફોટો રાખ્યો હતો. આ શખ્સને પકડી તેની સામે એ-ટીવીઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
જયારે સકકરબાગ નજીક આવેલ કસ્તુરબા સોસાયટીમાં ભાડે રહેતા મુસ્તાક સલીમ બ્લોચે ઇસ્ટાગ્રામ પર છરી રાખી હતી. તેને છરી સાથે પકડી લેવામાં આવ્યો હતો.
જયારે ભેંસાણ તાલુકાના ખારચીયા વાંકુ ગામના સંજય ધનજી વોરાએ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર બંદૂર જેવુ હથિયાર સાથેનો ફોટો મુકયો હતો તેને પોલીસે એરગન સાથે પકડી લઇ તેની સામે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
જયારે માંગરોળના સુલેમાન ગુલમહંમદ બાઉદીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધારીયા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. એસઓજીએ તેને ધારીયા સાથે પકડી લઇ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંઘ્યો હતો.
આમ સોશીયલ મિડીયા પર હથિયારો સાથેના ફોટા પોસ્ટ કરનાર આ ચારેય શખ્સના સીન સપાટા વિખાઇ ગયા હતા. પોલીસની આ કાર્યવાહીના કારણે સોશિયલ મિડીયામાં હથિયાર સાથેના ફોટા દૂર પણ થવા લાગ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ.
જયારે સોશીયલ મિડીયામાં હથિયારો સાથે ફોટા મુકનાર ચાર શખ્સોએ પોલીસ સમક્ષ લોકોની માંફી માંગી હતી અને હવે પછી આવુ કૃત્ય નહીં થાય અને અમારી ભૂલ થયેલ છે તે બદલ માંફી માંગી હતી.