આયુર્વેદીક સીરપનાં નામે કાળો કારોબાર: 1501 બોટલ કબજે
ચોરવાડ, માળિયા, વંથલી વિસ્તારમાં SOGની કાર્યવાહીથી ફફડાટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાનાં ચોરવાડ,માળિયા,વંથલી તાલુકા વિસ્તારમાં આયુર્વેદ દવાનાં નામે ચાલતા નશાનાં કાળા કારોબારનો એસઓજીને પર્દાફાશ કર્યો છે. આયુર્વેદ દવાનાં નામે વેચાણી નશાની 1501 બોટલ કબજે કરી હતી. જૂનાગઢ એસઓજીની કાર્યવાહીથી આયુર્વેદનાં નામે નશાયુક્ત વસ્તુનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જૂનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શનમાં એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ જે.એમ. વાળા, પીએસઆઇ એસ.એન. ક્ષત્રિય, પીએસઆઇ ડી.જી. બડવા, વી.કે. ઉંજીયા સહિતનાં પોલીસ સ્ટાફે ચોરવાડ,માળિયા અને વંથલીમાં ચાલતા કાળા કારોબાર ઉપર સપાટો બોલાવ્યો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ ચોરવાડ, માળીયા હાટીના અને વંથલીમાં પાનની દુકાનોમાં આર્યુવેદીક દવાના નામે નશાકારક બોટલનું વેચાણ થતું હોવાની માહિતી મળતા એસઓજી પીઆઇ એ. એમ. ગોહિલ સહિતના સ્ટાફે ચોરવાડમાં બંદર રોડ પર કનકેશ્ર્વરી પાન, જરારી વિસ્તારમાં ભવાની પાન,ખાણીયા વિસ્તારમાં રાજવી પાન અને વિસણવેલના પાટીયે આવેલી ભોલેનાથ પાન દુકાનમાં તપાસ કરતા ત્યાંથી કુલ 2558 પની કિંમતની 163 આર્યુવેદ દવાના નામે વેચાતી નશાકારક બોટલ મળી હતી. દુકાનદાર જયેશ ગોવિંદ વાઢેર, દેવશી કારા ચુડાસમા, મનોજ ભીખા પરમાર અને જયેશપુરી જમનપુરી ગોસ્વામીની પૂછપરછ કરતા આ બોટલ માળીયા હાટીનામાં રહેતા કાનો ઉર્ફે કાનન અશોક દવેએ આપ્યાનું જણાવતા પોલીસે ત્યાં દરોડો પાડતા ત્યાંથી 66460ની કિમતની 459 બોટલ મળી આવી હતી. આ બોટલને સીઝ કરી માળીયા હાટીના પોલીસને ર્સોપવામાં આવી હતી.
આ ઉપરાંત વંથલીના માણાવદર રોડ પર કિસ્મત ઢાબા, વંથલી મેઇન બજારમાં અવેલા જલારામ પાન, કેશોદ રોડ પર લકકી ઢાબા, ખોખરડા ફાટક નજીક આવેલી દ્વારકાધીશ હોટલ, કણઝાધાર ખાતે આવેલા શિવમ રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ અને વંથલીમાં બસ સ્ટેન્ડ સામે આવેલા નાભોરીના ગોડાઉનમાં તપાસ કરતા કુલ 1.34 લાખની કિંમતની 878 આર્યુવેદીક દવાના નામે વેંચાતી નશાકારક બોટલ મળી હતી. વંથલી શહેરમાં અને આસપાસની દુકાનોમાંથી મળી આવેલી આ બોટલ મામલે એસઓજી અને સ્થાનિક પોલીસે વંથલીના સેબાઝ મકસુદ મુલ્લા, સંજય રાજકુમાર ગંગવાણી, અનસ આસિફ વાજા, કેશોદ રહેતા હર્ષ નાનજી કળથીયા, સુરેશ પ્રેમચંદ ગંગવાણી અને તાહિર તહેસીન ગબલની પૂછપરછ કરી હતી. આમ કુલ 1501બોટલ કબ્જે કરી એસઓજી અને સ્થાનિક પોલીસે નક્ષાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. જૂનાગઢ એસઓજી પીઆઇનાં એ.એમ. ગોહિલ આયુર્વેદનાં ઓઠા નીચે ચાલતા નશાનાં કારોબારનો પર્દાફાશ કર્યો છે. યુવાનોને નશાનાં રવાડે ચડાવતા તત્વો સામે લાલ આંખ કરી છે. આ પહેલા પણ એ.એમ.ગોહિલનાં માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લામાં નકલી તબીબને પકડ્યાં હતાં. તેમજ ગેરકાયેદસર હથિયાર લઇને ફરતા અસામાજીક તત્વનોે કાયદાનું ભાન કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ગેરકાયેદસર પ્રવૃતિ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.