બહેનોને માર્ગદર્શન આપીને પાંચ દિવસમાં કુલ 16 વાનગીઓ લાઇવ બનાવીને શીખવાડવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ શ્યામ મહિલા મંડળ અને બાગાયત વિભાગ દ્વારા બેહનો માટે કેનિંગ ક્લાસ યોજાયા હતા જેમાં પાંચમા દિવસે બેહનોના તાલીમ કોર્ડીનેટર ખ્યાતિબેન કવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ વૃતિકાબેન કાપડિયા દ્વારા નાગરવેલના પાનના લાડુ, કાજુ કારેલાનું અથાણું, કોયલવેલના ફૂલનું શરબત જેવી વાનગીઓ વિશે માર્ગદર્શન આપીને લાઈવ બનાવીને શીખવાડવામાં આવેલા હતી અને પાંચ દિવસમાં ફૂલ 16 વાનગીઓ શીખવાડવામાં આવેલ હતી.
- Advertisement -
આ કેનિંગ ક્લાસના અંતિમ દિવસે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી.જાદવ, મદદનીશ બાગાયત નિયામક મનોજભાઈ અગ્રવાલ, મદદનીશ ખેતી નિયામક નિશાંતભાઈ ચૌહાણ, શ્રીગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મંત્રી દિનેશભાઈ કાચા, ઉપસ્થિત રહી પ્રસંગોચિત પોતાનો વક્તવ્ય રજૂ કરેલ હતા.શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ધીરુભાઈ ગોહેલ હાલ યુ.એસ હોય ત્યાંથી તેમણે શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલા હતા.તેમજ જ્ઞાતિ પ્રમુખ વિવેકભાઈ ગોહેલ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હોય તેમણે પણ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલા હતા.
બાગાયત વિભાગ તરફથી જે બહેનોએ આ તાલીમમાં લાભ લીધો હતો તેમને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ, બેગ, પુસ્તક આપવામાં આવેલ હતું. તેમજ શ્યામ મહિલા મંડળ તરફથી દરેક મહાનુભાવો તેમજ ટ્રેનરોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ હતા.આ કાર્યક્રમમાં ક્ધવીનર કિશોરભાઈ ચોટલીયા દ્વારા જેહેમત ઉઠાવી હતી તમજ મહિલા મંડળના ઉપપ્રમુખ રંજનબેન મોરવાડિયા, મંત્રી અરુણાબેન ભાલીયા, ખજાનચી છાયાબેન ચોટલીયા, તેમજ સર્વે કારોબારીના સભ્ય બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે દક્ષાબેન પરમાર તથા જિજ્ઞાસાબેન ચોટલીયા તેમજ બાગાયત અધિકારી રાજેશભાઈ ચૌહાણ દ્વારા પોતાનો પ્રતિભાવ આપેલ હતો.