આંકડા પરથી પોલિટિકલ પંડિતોની ગણતરી શરૂ
ભાજપ-કૉંગ્રેસ સહિત 11 ઉમેદવારોનું ભાવિ EVMમાં બંધ
- Advertisement -
સૌથી વધુ સોમનાથમાં 70.16 અને સૌથી ઓછું વિસાવદરમાં 54.40
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાય ગયું જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથની કુલ 7 વિધાનસભા બેઠક પર કુલ 58.87 ટકા મતદાન જોવા મળ્યું છે. જયારે ગત 2019 લોકસભા ચૂંટણીમાં 61.00 મતદાન થયું હતું જે 2024ની સરખામણીએ 2.13 ટકા મતદાન ઓછું થયું છે.ત્યારે 7 વિધાનસભા બેઠકમાં સૌથી વધુ સોમનાથ વિધાનસભામાં 70.16 ટકા જયારે સૌથી ઓછું વિસાવદર વિધાનસભામાં 54.16 ટકા મતદાન થયું છે ત્યારે ભાજપ-કોંગ્રેસ પક્ષના હરીફ ઉમેદવાર સાથે 11 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં શીલ થયું છે.ત્યારે આગામી 4 જૂને પરિણામ આવ્યા બાદ ખબર પડશે કે, મતદારોએ કોના પર કળશ ઢોળ્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર લોકસભાનું મતદાન યોજાયા બાદ મતદાનની ટકાવારીના આંકડા સામે આવતા પોલિટિકલ પંડિતો દ્વારા મતદાન કોની તરફેણ થયું છે.
- Advertisement -
તેના આંકડા પરથી ગણીત શરુ કર્યું છે.જેમાં જૂનાગઢ શહેરના વોર્ડ વાઇસ તેમજ તાલુકા અને ગ્રામ્ય સ્તર પર ક્યાં ગામમાં કેટલું મતદાન થયું છે અને મતદારોએ કોની તરફેણમાં મતદાન કર્યું તેના પર ગણીત મંડાઈ રહ્યા છે.ત્યારે જૂનાગઢ જિલ્લાની માણાવદર બેઠકની પણ પેટા ચૂંટણી યોજાય હતી ત્યારે માણાવદર બેઠકના મતદાનના આંકડા સામે તેના પણ ગણિત શરુ થયા છે.હાલ જે રીતે મતદાનની ટકાવારી જોઈ બંને પક્ષે જીતના દાવાઓ કરી રહ્યા છે ત્યારે સાચું પરીણામ તો 4 જૂને આવશે અને મતદારો કોના તરફે રહ્યા તેનો સાચો ખ્યાલ આવશે હાલ બંને પક્ષના આગેવાનો અને કાર્યકરો મતદાનના આંકડા પરથી અંદાજ લાગવાનું શરુ કર્યું છે.