મેંદરડા PSI મોરી વિરુદ્ધ ‘ખાસ-ખબર’ જૂનાગઢ પ્રતિનિધિએ કરી અરજી
મુખ્યમંત્રી, ગૃહમંત્રી, DGP, IG, SPને મેંદરડા PSI કિરીટ મોરી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરી પગલાં ભરવા અરજી કરવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબરનાં રાજકોટ – જૂનાગઢ અંકમાં મેંદરડા પોલીસ અને રેતમાફિયાઓનું ગઠબંધન અંગે પ્રકાશિત અહેવાલ બાદ મેંદરડાના પીએસઆઈ કિરીટ મોરીએ ખાસ-ખબર જૂનાગઢના પ્રતિનિધિઓને વોટ્સએપ ફોનકોલમાં ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની આપેલી ધમકી મામલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રીથી લઈ આઈજી, ડિજી, જૂનાગઢ એસપી, ડિવાયએસપીને અરજી કરી મેંદરડા પીએસઆઈ કિરીટ મોરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. જૂનાગઢ પ્રતિનિધિ દ્વારા કિરીટ મોરી વિરુદ્ધ કરવામાં આવેલી શબ્દશ: અરજી આ મુજબ છે.
જયભારત સાથ જણાવવાનું કે આપ જાણો છો તેમ પત્રકારત્વનું કાર્ય સત્યને ઉજાગર કરવાનું છે. પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્થંભ છે. અમે અમારૂં પત્રકારિત્વ ધર્મ બખૂબી નિભાવીએ છીએ. આ અંતર્ગત તા. 13 જૂન, 2022ના ‘ખાસ-ખબર’ જૂનાગઢ એડિશનમાં અમોએ તસ્વીરી પુરાવા સાથે મેંદરડા પોલીસ અને રેતમાફિયાઓના ગઠબંધન અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલ પ્રકાશિત થયાના કલાકોમાં જ મેંદરડાના ઙજઈં કિરીટ મોરીએ અમોને તથા અમારા લાગતા-વળગતાને વ્હોટ્સએપ કોલ કરી આ અહેવાલ શું કામે પ્રકાશિત કર્યો? તેવું કહી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધાકધમકી આપી હતી. આટલું જ નહીં મેંદરડા પોલીસ મોડી રાત્રિના સમયે અમારા ઘરની શોધખોળ પણ કરી રહી હતી.
આપ સાહેબને ધ્યાન દોરવાનું કે ‘ખાસ-ખબર’માં પ્રકાશિત મેંદરડા પોલીસ અને રેતમાફિયાઓના તસ્વીરી પુરાવાઓ સાથે પ્રકાશિત અહેવાલમાં અમોએ ક્યાંય પણ મેંદરડા પી.એસ.આઈ. કિરીટ મોરીનો ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં અમોને વ્હોટ્સએપ પર ફોન કોલ કરી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી છે. આથી આ અંગે જણાવવાનું કે જો અમોને કે અમારા ‘ખાસ-ખબર’ના કોઈ પણ કર્મચારી અઘટિત ઘટના કે અકસ્માતનો ભોગ બનશે તો તે પાછળ માત્ર ને માત્ર મેંદરડાના પી.એસ.આઈ. કિરીટ મોરી જવાબદાર રહેશે.
આ ઉપરાંત ‘ખાસ-ખબર’ રાજકોટ અને જૂનાગઢ આપશ્રીને વિનંતી કરે છે કે અમોના જૂનાગઢ પ્રતિનિધિના વ્હોટ્સએપ ફોનમાં ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપનાર મેંદરડાના પી.એસ.આઈ. કિરીટ મોરી વિરૂદ્ધ ખાતાકિય તપાસ કરી કડક પગલાં ભરવા વિનંતી છે. આ સાથે એ પણ જણાવવાનું કે આખા પંથકમાં ચર્ચાતી વાતો મુજબ મેંદરડાના પી.એસ.આઈ. કિરીટ મોરીની રેતમાફિયાઓ સાથે સાંઠગાંઠ છે અને તેઓ બીજા કેટલાક ગેરકાનુની કાર્યોમાં પણ જોડાયેલા છે. જે અંગે અમારી પાસે પુરાવા નથી પરંતુ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મેંદરડાના પી.એસ.આઈ. કિરીટ મોરી સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા હોય આ અંગે ગંભીર નોંધ લઈ કડક કાર્યવાહી કરવા વિનંતી છે.
પી.એસ.આઈ. મોરી જે પ્રકારે અમારી પાછળ પડ્યા છે, અમારાં મિત્રો-સંબંધીઓમાં અમારા વિશે રજેરજની માહિતી એકઠી કરી રહ્યાં છે – તે ખ્યાલમાં રાખતા અમારા જીવ પર જોખમ હોય તેવું સ્પષ્ટ જણાય છે. તેથી આ અરજીને અમારું ડાઈંગ ડેક્લેરેશન જ ગણવું – તેવી આપને અરજ છે.
જૂનાગઢ SP દ્વારા નિષ્પક્ષ તપાસ જરૂરી
આખા પંથકમાં ચર્ચાતી વાતો મુજબ ઙજઈં મોરીની રેતમાફિયા, ભૂમાફિયા અને બૂટલેગરો સાથે સાંઠ-ગાંઠ છે અને જો જૂનાગઢનાં જઙ ગંભીરતાથી ઙજઈં મોરી વિરૂદ્ધ તપાસ કરે તો કિરીટ મોરીની ભ્રષ્ટાચારની કરમ કુંડળી ખૂલે તેમ છે. સમગ્ર મામલે આખા પંથક અને પત્રકારત્વ જગતનાં હિતમાં જૂનાગઢ જઙ રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
- Advertisement -