મેઘરાજા મહેરબાન: જૂનાગઢ જિલ્લો વરસાદથી તરબોળ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે. કુલ 371 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં મંગરોળ તાલુકામાં સૌથી વધુ 90 મીમી વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 67 મી.મી. વરસાદ નોંધાતા રોજિંદા જીવન પર અસર જોવા મળી છે.
જિલ્લાના કુલ 10 તાલુકાઓમાં થયેલા વરસાદમાં 12થી 2 વાગ્યાના સમયમાં 131 મિ.મી. અને 4થી 6 વાગ્યા સુધી 97 મિ.મી. નોંધાયો હતો, જે સૌથી વધુ છે. વરસાદી દ્રષ્ટિએ વરસાદ સૌથી વધુ મંગરોળ 90 મિ.મી., જૂનાગઢ શહેર અને (67 મિ.મી.)માં થયો હતો. કેશોદમાં 32 મિ.મી., વંથલીમાં 35 મિ.મી. અને માંગરોળ, મલિયા-હાટીના અને મેંદરડામાં પણ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો.આમ, સીઝનનો કુલ વરસાદ અત્યાર સુધી 5013 મિ.મી. પહોંચ્યો છે, જે સરેરાશના 48.62% જેટલો છે.
- Advertisement -
જ્યારે ગીરનાર પર્વત વિસ્તારમાં ગત રોજ 40 મિ.મી. વરસાદ નોંધાયો છે અને ત્યાંનો સીઝન કુલ વરસાદ 862.5 મિ.મી. થયો છે, જે સરેરાશે માત્ર 35.49% છે.જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને વાવણી કરેલ પાકને ખુબ ફાયદો જોવા મળી રહ્યો છે. જો આવીજ રીતે વરસાદી ચક્ર ચાલુ રહેશે તો આ વર્ષે ખેતી પાકના ઉત્પાદન સારું રહેવાની આશા છે.