ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
પોલીસિંગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગુનાખોરી નિયંત્રિત કરવા માટે જૂનાગઢ રેન્જ હેઠળના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાઓ માટે તૈયાર કરાયેલી ’જઅટઅઉં’ (સાવજ) એપ્લિકેશનને રાષ્ટ્રીય સ્તરે ’સ્કોચ એવોર્ડ-2025’ થી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ પોલીસ વિભાગની આધુનિક અને પ્રગતિશીલ કામગીરીનો પુરાવો છે. આ એપ્લિકેશન ખાસ કરીને વારંવાર ગંભીર ગુનાઓ કરતા આરોપીઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓનો ડેટાબેઝ જાળવે છે. જેમાં ગુનેગારોના અગાઉના ગુનાઓ, ગુનાના સ્થળો અને તેમની પ્રવૃત્તિઓનું મેપિંગ કરવામાં આવ્યું છે. આ ડેટાબેઝના આધારે કોઈપણ પોલીસ કર્મચારી, પછી ભલે તે સ્થાનિક પોલીસ સાથે સંકળાયેલ ન હોય, તો પણ ગુનેગારને સરળતાથી ઓળખી શકે છે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.
’જઅટઅઉં’ એપ્લિકેશન પોલીસને સંભવિત ગુનેગારોની હાજરી અને તેમના વાહનોની માહિતી પણ પૂરી પાડે છે, જેથી તાત્કાલિક કાર્યવાહી થઈ શકે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં કુલ 3,535 ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમને 37,000 થી વધુ વખત ચેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 11 ગુનાહિત ગેંગના 82 આરોપીઓ વિરુદ્ધ ૠઞઉંઈઝઘઈ કાયદા હેઠળ, 380 વિરુદ્ધ ઙઅજઅ હેઠળ અને 382 વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા દ્વારા આ એપ્લિકેશનને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવી હતી.



