ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પોલીસમાં ઇ ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને દર માસે ઇ-કોપ એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તથા બ્રાન્ચમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી,ઇ-કોપ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં ઇ ગુજકોપ પ્રોજેકટ અન્વયે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ જિલ્લા પોલીસ ટીમના એ ડિવિઝનના પી.આઇ. એમ.એમ. વાઢેર, નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ. મશરૂ,તાલુકા પી.એસ.આઇ. એસ.એ.ગઢવીની ઇ-કોપ એવોર્ડ જાન્યુઆરી 2023 માટે પસંદગી કરવામાં આવેલ છે, જે પૈકી પીએસઆઇ. પી.એચ.મશરૂ ને અગાઉ માહે 2021 માં પણ ઇ કોપ એવોર્ડ મળેલ હતો, તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત પી.એસ.આઇ. પી.એચ. મશરૂ અને તેમની સમગ્ર ટીમને 8 વખત ડી.જી.પી સાહેબ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ એમ પી.એસ.આઇ. પી.એચ. મશરૂ ને ડી.જી.પી દ્રારા ફકત બે વર્ષમાં 10 મી વખત ગાંધીનગર ખાતે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ, જે ગુજરાત પોલીસના ઇતિહાસમાં કદાચ પ્રથમ ઘટના હશે આ સિદ્ધિ ગુજરાત પોલીસ અને જૂનાગઢ જિલ્લાના પોલીસના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે,ત્રણેય પોલીસ અધિકારીઓ આજરોજ ડીજીપી કચેરી ખાતે એક સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય ના હસ્તે ઇ-કોપ એવોર્ડ સ્મૃતિ ચિન્હ અને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા.