જૂનાગઢ પોલીસ દ્વારા પરિક્રમામાં માનવતા સાથે કાયદાનું ચુસ્ત અમલીકરણ
પરિવારથી વિખુટા પડેલા, આરોગ્યલક્ષી સેવા, વયોવૃદ્ધની વ્હારે પોલીસ
પરિક્રમાના જંગલ રૂટ પર 42 રાવટીમાં પોલીસ સ્ટાફ ખડેપગે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા શરુ થઇ તેને આજે ત્રીજો દિવસ થયો છે જેમાં 5 લાખ જેટલા ભાવિકો ઉમટી પડતા જૂનાગઢ પોલીસ દ્વારા એક દિવસ અગાઉ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે રેન્જ આઇજી નિલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાની સૂચના અનુસાર પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુ સાથે સૌહાદ પૂર્ણ રીતે વર્તન કરીને કર્મ, નિષ્ઠા સાથે ફરજ બજાવી લોકોની વહારે રહેવાનું સૂચન કરતા આજે જયારે પરિક્રમામાં હૈયું હૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી પડી છે એવા સમયે પરિવારથી વિખુટા પડેલ લોકોનું મિલન તેમજ વયોવૃદ્ધ વડીલોને સધિયારો આપવાની કામગીરી સાથે આરોગ્ય લક્ષી સેવા પણ પુરી પાડીને પરિક્રમાર્થીઓની મદદ કરીને પોલીસ પ્રજાનો મિત્રને સૂત્ર સાર્થક કર્યું છે. એસપી હર્ષદ મેહતાની રાહબરી હેઠળ શહેર તેમજ ભવનાથ તળેટી વિસ્તાર સાથે પરિક્રમાના 36 કિમિ રૂટ પર સતત રાત દિવસ પોલીસ બંદોબસ્ત જાળવી રાખીને ભાવિકોની મદદ રેહવાની સૂચના અપાતા પોલીસ દ્વારા જંગલ વિસ્તારમાં પરિક્રમાર્થીઓને પડતી મુશ્કેલી સાથે આરોગ્ય લક્ષી બાબતે સતત કાળજી રાખીને હોસ્પિટલ સુધી પોહચાડવાની સાથે નાના નાના ભૂલકાઓ પરિવારથી વિખુટા પાડવાના બનાવમાં માતા – પિતાને શોધીને મેળાપ કરાવ્યો હતો.તેમજ વયોવૃદ્ધ સિનિયર સીટીઝન લોકોને પડતી મુશ્કેલીમાં પણ સહારો આપીને મદદ કરવામાં આવેલ. ગિરનાર પરિક્રમા દરમિયાન લાખોની ભીડનો લાભ ઉઠાવી પીક પોકેટીંગ મોબાઇલ ચોરી તથા ચીલઝડપ જેવા મિલકત સબંધી ગુના ન બને તે માટે એસપી હર્ષદ મહેતા દ્વારા ક્રાઇમ બ્રાંચ જૂનાગઢના પીઆઇ જે.જે.પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા આવા ઇસમો ઉપર કડક વોંચ તપાસ રાખવા 24 કલાક સર્વેલન્સ ટીમને એકટીવ રાખવા સુચના મળતા ક્રાઇમ બ્રાંચ ટીમ તથા બહાર જિલ્લાની એલસીબી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ બે શીપમાં મહિલા પોલીસ સહિત કુલ 6 ટીમો બનાવવામાં આવેલ છે. જેમાં ભવનાથ તળેટી વિસ્તારમાં બે ટીમ પરિક્રમા રૂટ પર 3 ટીમ, સીટી વિસ્તારમાં એક ટીમ મળી કુલ છ ટીમો મિલ્કત સબંધી ગુનાઓ આચરી શકે તેવા ઇસમોને સ્પોર્ટ કરી શંકાસ્પદ જણાય એવા ઇસમોને ચેક કરી અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે.