ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ, જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગઉઙજ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર આર.બી. ગઢવી અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી અને કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ, કુલ 16 કેસોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. તા. 25/08/2025 ના રોજ, આ મુદ્દામાલ સૌરાષ્ટ્ર એન્વિરો પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ, કટારિયા, તા. ભચાઉ, જી. કચ્છ ખાતે નષ્ટ કરવામાં આવ્યો હતો જેમાં નાશ કરાયેલ મુદ્દામાલમાં ગાંજો: 34.434 કિલોગ્રામ કિંમત રૂ. 3,44,000, મેફેડ્રોન ડ્રગ્સ, 216.51 ગ્રામ કિંમત રૂ. 21,64,720, ચરસ: 80.343 કિલોગ્રામ રૂ. 1,20,51,450, કોડેઈન સીરપ બોટલ 179 જેની કિંમત રૂ. 34,600 આમ કુલ કિંમત રૂ. 1,45,94,720 નો મુદામાલ નાશ કરાયો હતો. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એ.એસ. પટણી, પોલીસ ઈન્સ. આર.બી. ગઢવી, પો. હેડ કોન્સ. પ્રતાપભાઈ શેખવા, પરેશભાઈ ચાવડા, બાલુભાઈ બાલસ અને પરબતભાઈ દિદરાણીયા સહિતના સ્ટાફ જોડાયા હતા. આ કામગીરીથી સમાજમાંથી નશાખોરીને નાબૂદ કરવાના પોલીસના પ્રયાસોને વેગ મળ્યો છે.