એક પણ ફોર્મ હજુ સુધી ભરાયું નથી
ખાસ-ખબર સંવાદદાતા
ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ચૂંટણી લાડવા ઇછુક ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરવા ઉપાડી રહ્યા છે જૂનાગઢમાં યોજાનાર પાંચ વિધાનસભાની ચૂંટણીને લઇ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. દરમિયાન બે દિવસમાં કુલ 84 ફોર્મ ઉપડ્યા છે. જોકે, હજુ એકપણ ફોર્મ ભરાઇને પરત આવ્યું નથી. ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો 5 નવેમ્બરથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કુલ 30 ફોર્મ ઉપડ્યા હતા.જ્યારે બીજા દિવસ 7 નવેમ્બરે વધુ 54 ફોર્મ ઉપડ્યા છે. આમાં માણાવદરમાં 6, જૂનાગઢમાં 21, વિસાવદરમાં 12, કેશોદમાં 11 અને માંગરોળમાં 4 ફોર્મ ઉપડ્યા છે. આમ, બીજા દિવસે સૌથી વધુ જૂનાગઢ બેઠક પરથી 21 અને સૌથી ઓછા માંગરોળ બેઠક પર 4 ફોર્મ ઉપડ્યા છે.આ રીતે બે દિવસમાં સૌથી વધુ 24 ફોર્મ જૂનાગઢ વિધાનસભા પર ઉપડ્યા છે. જ્યારે સૌથી ઓછા 11 ફોર્મ માણાવદર બેઠક પરથી ઉપડ્યા છે. જોકે, બે દિવસમાં ઉપડેલ ફોર્મ પૈકી એકપણ ફોર્મ ભરાઇને પરત આવ્યું નથી. ત્યારે આટલા બધા ફોર્મ ઉપડતા ચૂંટણી લાડવા ઉમદવારોનો રાફડો ફાટ્યો છે.