ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજયસરકાર દ્વારા શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના આધારે અનેક ગુનાઓ ડીટેક કરવાની સાથે માર્ગ સુરક્ષાને લઇને ઇ-ચલણ સહિતની સફળ કામગીરી નેત્રમ શાખા દ્વારા કરવામાં આવતા કુલ 14 વખત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસમાં વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે જે અંતર્ગત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાતને સતત નવમી વખત પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે.
આ ઉપરાંત માર્ગ સુરક્ષા (ઇ-ચલણ) અંતર્ગત ત્રીજી વખત અને ઇ-કોપ એવોર્ડ બે વખત પ્રાપ્ત થયો છે.
આમ, રાજયના પોલીસ વડા દ્વારા નેત્રમ શાખાને કુલ 14 વખત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.