રાજ્યમાં સતત 10મી વખત પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ નેત્રમ શાખાને સતત 10મી વખત પ્રથમ નંબર તેમજ માર્ગ સુરક્ષા (ઇ-ચલણ) અંતર્ગત 3 વખત અને 2 વખત ઇ-કોપ એવોર્ડ કુલ 15 વખત એવોર્ડ આપી જૂનાગઢ નેત્રમ શાખાને સન્માનીત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરી જૂનાગઢ પોલીસનું ગૌરવ વધાર્યું.
ગુજરાત પોલીસમાં વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, છયૂફમિ છયભજ્ઞલક્ષશશિંજ્ઞક્ષ ઙજ્ઞિલફિળ હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે.
જૂનાગઢ રેંજના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી,”પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે.