ગુણ સુધારામાં વધુ એકવાર વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની ઘટના સામે આવી
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ ભક્ત કવિ નીરસિંહ મેહતા યુનિવર્સીટીમાં ગુણ સુધારણા મુદ્દે અનેક આક્ષેપો થયા છે.છબરડા પણ સામે આવ્યા છે,ત્યારે વધુ એક વાર ચર્ચાના એરણે ચડી છે.જેમાં લો ફેકલ્ટીમાં પેપરોની વિદ્યાર્થીઓએ ફી ભરી પુન: ચકાસણી કરવામાં આવી તેમાં 100 માંથી 100 ટકા પેપરોમાં ગુણ સુધારવામાં આવ્યા અને મોટા ભાગના વિદ્યાર્થીને પાસ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.યુનિવર્સીટીના પરીક્ષા વિભાગ અને કોમ્પ્યુટર વિભાગ દ્વારા વિદ્યાર્થીને ગુણોની લ્હાણી કરવાની વધુ એક ઘટના સામે આવી છે. ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સીટીમાં રીએસેસમેન્ટમાં ગુણ સુધારાનું આયોજન બંધ કૌભાંડ ચાલતું હતું.2021 માં સેમેસ્ટર 6માં જે પેપેરો રીએસેસમેન્ટ થયા હતા.તેમાં 41 ટકા જેટલા પેપરોના ગુણ સુધારા થયો હતો અને 20 ટકા જેટલા વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતાં. બીસીએના પેપરોના રીએસેસમેન્ટ થયું તેમાંથી 54 ટકા પેપરો માંથી 42 ટકા વિદ્યાર્થીઓને ગુણ સુધારામાં પાસ કરી દેવામાં આવ્યા હતા. યુનિવર્સીટીમાં ગુણ સુધારવાના કૌભાંડનો મામલો સામે આવતા યુનિવર્સીટી દ્વારા તપાસ સિમિતિની રચના કરવામાં આવી છે,જેની તપાસ લાંબા સમયથી ચાલી રહી છે. જો તપાસ સમિતિ દ્વારા સમગ્ર કૌભાંડનો રિપોર્ટ આવે તો અનેક અધિકારીની સંડોવણી સામે આવી શકે તેમ છે.