ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ: સરોવરનું ડેવલપમેન્ટ ચાલુ વર્ષે જ હાથ ધરાશે
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ મધ્યે આવેલા નરસિંહ મહેતા સરોવરનો રૂપિયા 60 કરોડનાં ખર્ચે વિકાસ થશે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.મનપાની સ્થાયી સમિતીની બેઠકે ટેન્ડરને મંજુરી આપી દેવામાં આવી છે. સરોવરનું ડેવલપમેન્ટ ચાલુ વર્ષે જ હાથ ધરાશે.
- Advertisement -
જૂનાગઢનાં નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશનનો મુદે લાંબા સમયથી ચાલી રહ્યો છે.પરંતુ હવે ટુંક સમયમાં બ્યુટીફીકેશનનું કામ હાથ ધરાશે. સરોવરનાં ડેવલપમેન્ટ માટે 60 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યાં છે.ત્યારે ગઇકાલે જૂનાગઢ મહાનગર પાલીકાની સ્થાયી સમિતીની બેઠક ચેરમેન હરેશભાઇ પરસાણાનાં અધ્યક્ષ સાથે મળી હતી અને આ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સ્થાયી સમિતીની બેઠકમાં હરેશભાઇ પરસાણાએ કહ્યું હતું કે,નરસિંહ મહેતા સરોવરનું ડેવલપમેન્ટનું કામ રૂપિયા 60 કરોડનાં ખર્ચે હાથ ધરવામાં આવશે. ટેન્ડરની પ્રક્રિયાને મંજુરી આપી દેવામાં આવી છે. નરસિંહ મહેતા સરોવરનું ડેવલમેન્ટનું કામ ચાલુ વર્ષે જ શરૂ થશે. જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનો વિકાસ થતા લોકોની આતુરતાનો અંત આવશે. તેમજ મનપામાં ભરતી પ્રક્રિયા, સ્ક્રેપ નિકાલ અને લોકભાગીદારીથી રૂપિયા 2.24 કરોડનાં કામ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, કમિશ્ર્નર રાજેશ તન્ના, કિરીટભાઇ ભીંભા, અરવિંદભાઇ ભલાણી સહિતનાં હાજર રહ્યાં હતાં.