જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મેહતા તળાવનું બ્યુટીફીકેશન કામગીરી ચાલી રહી છે ત્યારે ગત વર્ષથી તળાવ ખાલી થઇ જતા આ વર્ષે જૂન મહિનાના અંતમાં આસપાસના અનેક વિસ્તારોમાં પાણીના તલ ઊંડા ઉતરી જતા લોકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જયારે છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ઉપલા દાતાર પહાડો સહીતના વિસ્તારમાં સારો વરસાદ પડતા કાળવા નદીના પાણી નરસિંહ મેહતા સરોવર તરફ વળતા નવા નીરની અવાક શરુ થઇ હતી
જયારે હજુ નરસિંહ મેહતા સરોવરની કામગીરી અધૂરી છે છત્તા ઓવરફલોની જગ્યાએ પાકી સિમેન્ટનો બાંધ બાંધી દેવામાં આવ્યો છે જેના લિધે જળ સંગ્રહ થવાની શરૂઆત થઇ છે જોકે હજુ તળાવનું અઘરું કામ હોવાના લીધે તળાવ માંથી પાણીની ઘણી ખરી જાવક પણ જોવા મળી રહી છે.