શહેરની તમામ વિગત પ્રવાસીઓને મળી રહે તે માટે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળા અંતર્ગત મનપા દ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની માફક માહીતી કેન્દ્ર દતચોક ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.દત ચોક પ્રવાસી માહિતિ કેન્દ્રનું પ્રારંભ મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર,કલેકટર અનીલકુમાર રાણાવસિયા,કમિશનર ડો.ઓમ પ્રકાશ, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા,સ્ટેન્ડીંગ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ ભવનાથનાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ માહિતી કેન્દ્ર પર વિખુટા પડેલ લોકોને સહાય રૂપ થવા તેમજ જૂનાગઢ શહેરની તમામ વિગત પ્રવાસીઓને મળી રહે તે માટે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે.દતચોક માહિતી કેન્દ્ર ધ્વારા ભવનાથ વિસ્તારની તથા તમામ ઉતારાઓની વીજળી,પાણી,આરોગ્ય.સફાઈ વગેરેની ફરીયાદ લેવામાં આવશે તથા તેનુ નિરાકરણ કરવામાં આવશે.આ રીતે યાત્રીકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો મનપા દ્વારા હાથ ધરાયેલ છે.યાત્રીકો માટે હેલ્પ લાઈન નંબર માહિતી કેન્દ્ર, દત ચોક 0285-2620180 ઉપલબ્ધ છે.