બાકી રહેલા વેરા પેટે 26 લાખની વસુલાત કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જુનાગઢ મહા નગપાલિકા દ્વારા મિલકતવેરા વસુલાત શાખા ધ્વારા વર્ષ.ર0ર3/ર4 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી. ઘણા લાંબા સમયથી બાકી લ્હેણી રકમ વાળી ર6 મિલકતોને સીલ કરેલ હતી અને રૂ.ર6 લાખની વસુલાત કરેલ હતી.
જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા આસામીઓ ધ્વારા પોતાની મિલ્કતની લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જુનાગઢ મનપા ઘરવેરા શાખા ધ્વારા આવી મિલ્કતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં માનસી કોમ્પલેક્ષ, મહેશ કોમ્પલેક્ષ, ઝાંઝરડા રોડ, મીલેનીયમ આર્કેડ, એવરશાઈન કોમ્પલેક્ષ, મેરીગોલ્ડ કોમ્પલેક્ષ જોશીપુરા મળી કુલ ર6 મિલ્કતોને સીલ કરવામાં આવેલ છે આ કામગીરી ઝોનલ અધિકારીમાં કેયુર બાથાણી, નીતુબેન વ્યાસ, ત્રિપાલસિંહ રાયજાદા અને હાઉસટેકસ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષી ધ્વારા આસિ.કમિશનર (ટેકસ) કલ્પેશ જી.ટોલીયા તથા નાયબ કમિશનર એ.એચ ઝાંપડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ રહેશે.