ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની મિલ્કતમાં વર્ષ 2023-24નાં બજેટમાં કરાયેલો ભાડા વધારો રદ્દ કરવાની માંગણી સાથે મનપાના અધિકારીને એક આવેદનપત્ર આપી ભાડા વધારો રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે મનપાના ભાડુઆત એસો. દ્વારા એવુ જણાવવામાં આવ્યુ છે કે, વર્ષ-2016-17 અને 2018-19માં ભાડા વધારો સુચવાયો હતો. જો કે, 2016-17માં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની દરમિયાનગીબી બાદ ભાડામાં ફેરફાર કરાયો હતો. ત્યારે ખાસ કરીને ભાડામાં તેમજ ટ્રાન્સફર ફિમાં કોઇપણ ફેરફાર માત્રને માત્ર દુકાનો ભાડુઆતના નામ ટ્રાન્સફર થાય ત્યારે ટ્રાન્સફર ફિ લઇને મુળ ભાડામાં માત્ર 10 ટકા જ વધારો કરવો તેમજ નકકી થયુ હતુ. ત્યારે વર્ષ 2016-17ની સમજુતિના નિર્ણય બાદ આ રીતે ભડામાં વધારો કરી શકાય નહી. ત્યારે બાદ 2018-19ના બજેટમાં સુચવાયેલો ભાડા વધારો રદ્દ કરાયો હતો. ત્યાર બાદ હવે 2023-24માં કરાયેલો ભાડા વધારો રદ્દ કરવાની માંગ છે. આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પંચાયત, પીડબલ્યુડી તેમજ અન્ય સરકારી મિલ્કતોમાં ભાડા વધારો કરાયો નથી. માત્ર ભાડુઆતની ટ્રાન્સફર ફિ લઇને વધારો કરવામાં આવ્યો છે. ત્યારે મહાપાલિકા દ્વારા વર્ષ 2023-24માં મનપાની મિલ્કતોમાં કમિશ્ર્નરે સુચવેલો ભાડા વધારો જનરલ બોર્ડમાં રદ્દ કરવાની માંગ કરાઇ છે.