ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા 22 થી 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે “ઊક્ષમશક્ષલ ઙહફતશિંભ ઙજ્ઞહહીશિંજ્ઞક્ષ ૠહજ્ઞબફહહુ” આધારિત પખવાડિક ઝુંબેશ માટે થીમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે મહાનગર પાલિકા,જૂનાગઢ કચેરી દ્વારા તા.22 મે થી 5 જૂન સુધી વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેન પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મહાનગર પાલિકા જૂનાગઢની સેનીટેશન શાખા દ્વારા ગત રોજથી ધાર્મિક સ્થળોનું સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું જેમાં મનપા કમિશનર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનર અજય એસ. ઝાંપડા તથા જયેશભાઈ પી. વાજા અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ જી. ટોલિયાની સૂચના મુજબ શહેરના ભવનાથ મહાદેવ મંદિર તેમજ વોર્ડ 1 થી 15 માં આવેલ ધાર્મિક મંદિરો આસપાસ સફાઇ અભિયાન કરવામાં આવ્યું હતું.
જેમાં હિલદારી ગ્રુપ અને સેનીટેશન શાખાના અંદાજિત 220 કર્મચારીઓ તેમજ શહેરીજનો જોડાયા હતા. આ તકે શહેરીજનોને સ્વછતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા તેમજ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં અંદાજિત 400 શહેરીજનોએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.



