ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા સરકાર દ્વારા સ્વચ્છતા સાથે જોડાયેલા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે શહેરના તમામ વોર્ડમાંથી એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને રૂ.10,000 આમ કુલ 1 થી 15 વોર્ડના 45 સફાઈ કર્મચારીશ્રીને ત્રણ મહિનાના એક સાથે રૂ.4,50,000ની રોકડ રકમના પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.તેમજ વોર્ડ વાઇઝ રેન્કિંગ જુલાઈ થી ઓકટોબર મહિના સુધી સફાઈ બાબતે બેસ્ટ વોર્ડ બન્યા હોય તેવા 12 સેનેટરી ઇન્સ્પેક્ટરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને 6 સ્વચ્છતા ચેમ્પિયન અને સ્ટેબલ શાખાના એક સફાઈ કર્મચારીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા,આ તકે કમિશનર ડો.ઓમ પ્રકાશ, નાયબ કમિશનર એ.એસ.ઝાપડા તથા ડી. જે.જાડેજા, સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશ જી.ટોલિયા,પૂર્વ મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર અમુદાનભાઈ ગઢવી, વાલ્મીકિ સમાજ પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા,સફાઈ કર્મચારી યુનિયન પ્રમુખ વિજયભાઈ વાળા, મોહનભાઈ પરમાર અને બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓની હાજરીમાં અને ભોજનની વ્યવસ્થા સાથે કાર્યક્રમ યોજાયો હતો.