ખાસ-ખબર સંવાદદાતા
આમ આદમી પાર્ટી 2022ની વિધાનસભામાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને જોઈએ તેટલું પરિણામ જોવા મળ્યું નહિ અને ગુજરાતમાં માત્ર 5 બેઠકો આવી હતી જે અનુસંધાને આમ આદમી પાર્ટીને વધુ સંગઠન મજબૂત કરવા બેઠક ના દોર શરુ થયા છે જેમાં આગામી આવનારી ચૂંટણી અનુલક્ષી તેમજ રાજ્ય સરકારની નીતિ રીતિ સામે વિવિધ કાર્યક્રમો યોજવામાં માટે જૂનાગઢ શહેરના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરની બેઠકમાં ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ જગમાલભાઈ વાળા રાષ્ટ્રીય નેતા રાજુભાઈ સોલંકી પ્રદેશ નેતા રેશમાબેન પટેલ અને આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ ચેતનભાઇ ગજેરાની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમો અનુસંધાને મિટિંગ મળી હતી.
જૂનાગઢ મહાનગર આપની મિટિંગ મળી, આગામી કાર્યક્રમ માટે રણનીતિ નક્કી કરાઈ
