શહેરના બીન રાજકીય લોકો લડતના મંડાણ કરશે
રસ્તા, ગટર, ગંદકી અને ફાટક મુદ્દે ચર્ચા થશે
- Advertisement -
શહેરના પાયાના પ્રશ્ર્નો મુદ્દે પ્રબુદ્ધ નાગરિકો એકત્ર થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ શહેરના પ્રાણ પ્રશ્ર્નો બાબતે છેલ્લા ઘણા સમયથી હીત રક્ષક સમીતી બનવામાં આવી છે.જેમાં શહેરમાં વસતા બિન રાજકીય વ્યક્તિઓ જોડાયા છે.અને પ્રબુદ્ધ નાગરિકો શહેરના પાયાના પ્રશ્ર્નો મુદ્દે તા.30 માર્ચ શનિવારે સાંજે 5 થી 8 શિવમ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.તેમ સમિતિના કિરીટભાઈ સંઘવી અને અન્ય બિન રાજકીય વ્યક્તિઓએ આ બેઠકમાં જોડાશે અને શહેરમાં જે રીતે તંત્ર દ્વારા થતી કામગીરી મુદ્દે ચર્ચા વિચારણા કરીને આગામી દિવસોમાં લડતના મંડાણ કરીને જેતે સંબંધિત વિભાગને યોગ્ય રીતે રજૂઆત કરીને શહેરના પ્રાણ પ્રશ્ર્નોને વાચા આપવામાં આવશે. જૂનાગઢ હિત રક્ષક સમીતી એક બીન રાજકીય વ્યક્તિઓ સાથે 100 જેટલા શહેરના પ્રબુદ્ધ નાગરિકો જોડાયા છે અને આગામી શનિવારે મળનારી બેઠકમાં 500થી વધુ લોકો જોડાશે જેમાં શહેરમાં છેલ્લા ઘણા સમયથી તંત્રની કામગીરી મુદ્દે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.જેમાં શહેરની ભૌગોલિક પરિસ્થિતિ કંઈક અલગ છે.જેના લીધે અનેક સમસ્યા ઉતપન્ન થાય છે.જે રીતે શહેરના વોકળા પર થયેલ દબાણના લીધે પૂરની સ્થિતિ સર્જાણી હતી અને અનેક સોસાયટીઓમાં પાણી ઘુસી જવાથી ખુબ મોટા પાયે નુકશાન થયું હતું તેમજ શહેર માંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઈનના લીધે ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે શહેરને ફાટકલેશ કરવા શાપુર થી પ્લાસવા સુધી જમીન સંપાદન કરીને શહેરીજનોને ફાટક મુક્ત કરવા પણ લડત ચલાવામાં આવશે તેની સાથે ભૂગર્ભ ગટર, રસ્તા, ગદંકી સહિતના મુદ્દે અગાઉ પણ અનેકવાર રજૂઆત હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે હવે સુવ્યવસ્થિત આયોજન સાથે લડત શરુ કરવાની નેમ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેર એક ઐતિહાસિક શહેરની સાથે ધર્મની નગરી તરીકે ઓળખ ધરાવે છે.
- Advertisement -
ત્યારે શહેરને વૈશ્વિક ફલક પર લઇ જવા મનપા અને વહીવટી તંત્ર શું કરી શકે તેના માટે ખાસ ચર્ચાઓ અને વિચારણા કરવામાં આવશે.જે રીતે અન્ય મહાનગરોનો વિકાસ દિવસે દિવસે જે રીતે થઇ રહયો છે તેની સરખામણીએ શહેરનો વિકાસ ગોકળગતીથી જોવા મળે છે.આવા અનેક પાયાના પ્રશ્ર્નો જોવા મળે છે.જેને લઈને હિત રક્ષક સમિતિ લોકોને કનડગત પ્રશ્ર્નોનું નિરાકરણ આવે તેવા આગામી દિવસોમાં પ્રયાસો હાથ ધરવામાં આવશે અને યોગ્ય દિશામાં શહેરનું માળખું કઈ રીતે શુદ્રઢ બને તેના માટે ખાસ બિન રાજકીય વ્યક્તિઓ એક પ્લેટફોર્મ ઉપર એકત્ર થઈને સમસ્યાને કઈ રીતે ઉકેલી શકાય અને શહેરીજનોને રાહત મળે તેવા નિર્ણય લેવામાં આવશે. હિત રક્ષક સમિતિ દ્વારા અગાઉ પૂર પ્રકોપ અને ભૂગર્ભ ગટર અને વોકળા દબાણ મુદ્દે કમિશનર તેમજ કલેકટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે.પણ કોઈ યોગ્ય નિરાકરણ કે નિર્ણય લેવાયા નથી સમિતિ દ્વારા તાજેતરમાં શહેરની મધ્યમાં આવેલી રેલવે લાઈન મુદ્દે રેલવેના મુખ્ય અધિકારીને મળીને પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં જમીન સંપાદનનો મુદ્દો સામે આવ્યો હતો જો શહેરને ફાટક મુક્ત કરવું હોઈ તો શાપુર થી પ્લાસવા સુધી રાજ્ય સરકાર જમીન સંપાદન કરે તો શહેરની ટ્રાફિક સમસ્યા સાથે શહેરીજનોને રેલવે ફાટકમાંથી મુક્તિ મળશે આવા અનેક પાયાના પ્રશ્ર્નો બાબતે ખાસ પ્રબુદ્ધ નાગરિકો સાથે બિન રાજકીય વ્યક્તિઓ એક મંચ પર આવીને શહેરની સમસ્યા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.