વન્યપ્રાણી મૃત્યુ કેસ, ઇકોસેન્સેટીવઝોન વીજ કનેકશન સહિતના બાબતે ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
વન્યપ્રાણી મૃત્યુના કેસમાં ખોટા કેસ કરી ખેડૂતોને ફિટ કરી દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત સમીક્ષા બેઠકમાં હવે ખેડૂતોને બોલાવાતા નથી, ખેડૂતોને સત્વરે વીજ કનેકશન મળે, એક ખેરતથી બીજા ખેતર પાણી લાઇન લઇજવા જલ્દી મંજૂરી આપવી, વન્યપ્રાણીના કારણે પાકનુકશાનમાં વળતર આપવુ, વન્યપ્રાણીના માનવ પર હુમલામાં કેટલી સહાય-વળતર ચુકવાય છેતે જાહેર કરવા, આવા કિસામાં વધારીને 10 લાખ કરવા, સિંહોના સરંક્ષણ પાછળ એક વષમાં કેટલો ખર્ચ કર્યો, જંગલની બોર્ડરના ગામો તેમજ રેવન્યુ વિસ્તારમાં જંગલી પરુ ચડી આવે તો જવાબદારી કોની, ગ્રામ પંચાયની જમીનમાં વન વિભાગ ઝાડ વાવે પછી કેટલા સમયમાં આ જગ્યા પશુના ચારા માટે ખુલ્લી કરી શકાય.
- Advertisement -
માલીકીમાં રહેલા ઝાડ કાપવાની મંજૂરી મળે ઇકોઝોનના લીધે પ્રભાવિત વિસ્તારો અને તેમાં ખેડૂતોને થતુ નુકશાન સહિતના પ્રશ્ર્ને રજૂઆત કરી જાણકારી આપવા માંગ કરાઇ છે.