ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોનું ખાસ મહત્વ હોય છે એમાંનો આજનો તહેવાર એટલે મકરસંક્રાંતિ. આજના દિવસનું દાન પુણ્ય કરવાનું ખાસ મહત્વ હોય છે તેના અનુસંધાને જેસીઆઇ જુનાગઢ મહિલા સીટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢની અલગ અલગ સંસ્થાઓમાં જેવી કે શિશુમંગલ, સરકારી બહેરા મૂંગા શાળા, અંધ ક્ધયા શાળા, ચિલ્ડ્રન હોમ અને માયારામદાસજી આશ્રમના બાળકોને પતંગ, દોરા, મમરાના લાડુ, તલ – સીંગ ની ચીકી લાડુ, બિસ્કીટ, ચોકલેટ, ચેવડો, નાનખટાઇ, જીરા ટોસપટ્ટી વગેરે 300 થી વધારે બાળકોને કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ જેસી જાગૃતિ પરમાર, સેક્રેટરી જેસી સંગીતા સાવલિયા, મેન્ટર જેસી અરવિંદભાઈ સોની, ડિરેક્ટર જેસી કેતન ચોલેરા, જેસી ભાવિષાબેન દેકીવાડીયા, જેસી જયશ્રીબેન વેકરીયા, જેસી શિલ્પાબેન મકવાણા એ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમના અતિથિવિશેષ એસીએફ નીરવ મકવાણા અને વન મેન આર્મી કિરીટભાઈ સંઘવી સાહેબ એ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.