11744 યુવા પ્રથમ વખત કરશે મતાધિકારનો ઉપયોગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં કાલે ચૂંટણી યોજાશે જેના અનુસંધાને આજે 1347 મથક પર પોલીસંગ અને પોલીસ સ્ટાફ પહોંચી જશે. 1347માંથી 56 મથક પર વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. 680 મતદાન મથક પરથી વેબકાસ્ટીંગ થશે. આજે સાંધ સુધીમાં સાહિત્ય માટેની કીટ તેમજ અન્ય વસ્તુઓ ડિસ્પેચીંગ સેન્ટર ખાતે તૈયાર કરી દેવામાં આવી હતી. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર 657668 પુરૂષ, 614668 મહિલા અને 20 અન્ય મળી કુલ 12,72,356 મતદાન પોતાના મતાધિકારનો ઉપયોગ કશે. જિલ્લાના 1347 મતદાન મથકો પર 8 થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. આજે પાંચેય વિધાનસભા બેઠક પર ડિસ્પેચીંગ સેન્ટર પરથી ચૂંટણી સ્ટાફને ઇવીએમ બીયુ અને સીયુ તેમજ અન્ય 98 વસ્તુઓ સાથેની કીટ તૈયાર કરી સોંપવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં 1347માંથી 56 મતદાન મથકો ખાસ રહેશે. જયારે માણાવદર બેઠક પર 139, જૂનાગઢ પર 143, વિસાવદર બેઠકમાં 148, કેશોદમાં 135 અને માંગરોળ બેઠક પર 115 મળી કુલ 680 મતદાન મથક પર વેબકાસ્ટીંગ થશે. જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર 34 ઉમેદવારો મેદાનમાં છે. 12.72 લાખ મતદારો તેઓનું ભાવિ ઇવીએમમાં કેદ કરશે. તેની સાથે ચૂંટણી કામગીરી માટે 18 નોડલ, 5 ચૂંટણી, અને 11 સહાયક ચૂંટણી અધિકારી નિમંણૂક કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા માટે 16 ટકા અતરિક્ત સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવી છે.
- Advertisement -
જૂનાગઢનાં વતની અને હાલ વિદેશમાં રહેતા ચાર એનઆરઆઇ મતદારો વિધાનસભા ચૂંટણીમાં મત આપવા માટે ખાસ વિદેશથી આવ્યા છે. તેઓ તા.1ના જૂનાગઢ વિધાનસભા ચૂંટણીમાં મત આપશે. જૂનાગઢમાં આવતીકાલે પાંચ બેઠક મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્ર સજ્જ થયુ છે. જૂનાગઢ બેઠક પર રેન્જ આઇજી અને પોલીસ અધિક્ષકની નિગરાની હેઠળ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. જેમાં ડીવાયએસપી સાથે એસએસબી, બીએસપી સહિતની આઠ કંપની તૈનાત રહેશે. તેની સાથે પીઆઇ અને પીએસઆઇ-22 સાથે 350 પોલીસકર્મી, 400 હોમગાર્ડ જવાનો અને સેકટર મોબાઇલ ગૃપ દ્વારા પેટ્રોલીંગ સાથે મતદાન મથક પર સુપરવિઝન કરશે. તા.8ના રોજ મતગણતરી બાદ પ્રજા કોને સત્તા સોંપે છે તે જોવાનું રહેશે.