ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર નાણા ધીરનાર અને અસામાજીક પ્રવૃત્તિ કરનાર સામે પાસાના કાયદામાં સુધારો કર્યા બાદ પોલીસે વ્યાજખોરો સામે ઝુબેશ ચલાવી છે. જે અનુસંધાને જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગેરકાયદેસર નાણા ધીરનાર વ્યક્તિ સામે પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે ધકેલી દેવામા આવેલ છે. જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ સેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.એચ.સિંધવ, પીએસઆઇ જે.જે.ગઢવી અને સ્ટાફ દ્વારા ચોકકસ બાતમીના આધારે પાસા વોરંટનો આરોપી ગાંધી ઉર્ફે આદિત્ય જેન્તીભાઇ સોલંકી જૂનાગઢ જિલ્લા જેલ રોડ પર હોય તેવી હકિકત મળતા આરોપીને ઝડપી લેવામા આવ્યો હતો. અને પાસાના કાયદા હેઠળ સુરત લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.
જૂનાગઢ ગેરકાયદે નાણાં ધીરનાર વ્યક્તિ સામે પાસાના કાયદા હેઠળ સુરત જેલ હવાલે
