ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ગત ચોમાસાની સીઝનમાં ભારે વરસાદના કારણે ઝાંઝરડા વિસ્તારમાં આવેલ હરિઓમ નગર જવાનો પુલ છેલ્લા 7 થી 8 મહિનાથી તૂટી ગયો હતો જેના કારણે હરિઓમ નગર આસપાસ રહેતા રહીશો મુશ્કેલીનો સામનો કરતા હતા ત્યારે ધારાસભ્ય સંજય કોરડીયા અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા રૂ.61 લાખના ખર્ચે પુલનું કામ મંજુર કરવાની ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તૂટેલા પુલને તોડીને નવા પુલ બનાવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું પુલની કામગીરી શરુ થતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
જૂનાગઢ હરિઓમ નગરનો તૂટેલા પુલને નવો બનાવા રૂ.61 લાખના ખર્ચે ખાતમુહર્ત
