ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા અન્ય પોલીસને પ્રેરણા મળે તેવા ઉમદા હેતુથી મહારાષ્ટ્રના યાત્રીકનો સીપીઆર દ્વારા જીવ બચાવનાર જીઆરડી જવાનનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ.
ગત તા.21 ઓગષ્ટના રોજ મહારાષ્ટ્રના યાત્રાળુ દિલીપભાઇ કોંઢે (ઉ.વ.પપ) તેમના ધર્મ પત્નિ નર્મદાબેન સાથે ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાના દર્શન કરવા જતા હતા તે દરમિયાન રોપ-વેના ગેઇટ પાસે અચાનક દિલીપભાઇને હાર્ટએટેક આવતા સ્થળ ઉપર પડી જતા તેમના પત્નિ ગભરાઇ ગયા હતા. આ સ્થળે હાજર રહેલા પાસે મદદ માંગતા હતા. તેવા સમયે રોપ-વે ગેઇટ પાસે ફરજ બજાવતા જીઆરડી કર્મી મનુભાઇ હમીરભાઇ મકવાણાને મળેલી સીપીઆર તાલીમ દ્વારા મહારાષ્ટ્રના યાત્રાળુને સીપીઆર દ્વારા જીવ બચાવ્યો હતો. એક સેવાની ભાવનાથી ફરજ અદા કરનાર જીઆરડી જવાનનું જૂનાગઢ રેંજ આઇજી અને એસપી હર્ષદ મહેતા દ્વારા પ્રસંશા પત્ર સાથે રોકડ ઇનામ તથા યુનિફોર્મની નવી કીટ આપી સન્માન કરાયું.