ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલો રોપ-વે આજે ત્રીજા દિવસે પણ બંધ રહ્યો છે. ભારે પવન અને વરસાદની પરિસ્થિતિને કારણે રોપ-વેનું સંચાલન સુરક્ષાના કારણોસર અટકાવવામાં આવ્યું છે, જેને લીધે પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી હવામાન ખરાબ હોવાને કારણે રોપ-વે બંધ છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સેવાઓ ફરી શરૂ ન કરવાનો નિર્ણય લેવાયો છે. રોપ-વે બંધ રહેવાથી ગિરનારની યાત્રા કરવા આવેલા અનેક પ્રવાસીઓ સીડીના સહારે યાત્રા કરવી પડી હતી. રોપ-વેના સંચાલકોએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની સુરક્ષા સર્વોપરી છે. જ્યાં સુધી હવામાન વિભાગ તરફથી સાનુકૂળ પરિસ્થિતિ જાહેર ન થાય અને પવનની ગતિ ઓછી ન થાય ત્યાં સુધી રોપ-વે સેવાઓ બંધ રહેશે. પરિસ્થિતિ સામાન્ય થતાં જ સેવાઓ પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે.
જૂનાગઢ ગિરનાર રોપ-વે ત્રીજા દિવસે પણ બંધ, પ્રવાસીઓમાં મુશ્કેલી
