રોપ-વેની મેઈન્ટેનન્સ કામગીરી સબબ બંધ રખાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એશીયાનો સૌથી લાંબો અને ઊંચો ગિરનાર રોપ-વે આજથી પાંચ દિવસ બંધ રેહશે તેમ રોપ-વે સંચાલન દ્વારા જણાવાયું છે.
આજથી ગિરનાર રોપ-વે ની મેઈન્ટેનન્સ કામગીરી પાંચ દિવસ ચાલશે અને તા.11 થી 15 સપ્ટેમ્બર સુધી ગિરનાર રોપ-વે બંધ રેહશે અને તા.16 સપ્ટેમ્બરથી ફરી રાબેતા મુજબ રોપ-વે શરુ થશે ગિરનાર રોપ-વે ને દર વર્ષે મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવેછે જેના કારણે ગિરનાર રોપ-વે પાંચ દિવસ બંધ રહેશે તેમ ગિરનાર સંચાલન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
જેની ગિરનાર દર્શને આવતા ભાવિકો નોંધ લેવી તેવી એક યાદીમાં જણાવ્યું છે.