કૃષ્ણ જીવનની ઝાંખી કરાવતા પંડાલ તૈયાર કરાયા
જૂનાગઢ – ગીર સોમનાથ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠ પંથકના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કૃષ્ણ જન્મના વધામણાં માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યોછે તેની સાથે કૃષ્ણ જન્મોત્સવ દિવસે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે ઠેર ઠેર જન્માષ્ટમી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે જેમાં શોભાયાત્રા સાથે મટકીફોડ કાર્યક્રમ યોજવામાં આવશે તેની સાથે શ્રી ક્રિષ્ન ભગવાનની જીવન ઝાંખી દર્શાવતા વિવિધ ધાર્મિક પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમી તહેવાર નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલ બપોરના 3 વાગે ઉપરકોટ રામજી મંદિર થી વિશાળ શોભાયાત્રા સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો સાથે સામાજિક અગ્રણીની ઉપસ્થિતિમાં નીકળશે અને આ શોભાયાત્રા શહેરના દીવાનચોક, આઝાદચોક, એમજી રોડ પરથી પસાર થશે આ શોભાયાત્રામાં અનેક વાહનોમાં કૃષ્ણ ભગવાનની ઝાંખી કરાવતા વિવિધ ફ્લોટ સાથે જોવા મળશે તેમજ શહેરની અનેક સંસ્થા દ્વારા જન્માષ્ટમી ના દિવસે મોટા મોટા પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં શ્રી ક્રિષ્ન ભગવાન જીવન પરની ઝાંખી જોવા મળશે આમ સમગ્ર જૂનાગઢ સહીત જિલ્લામાં ભવ્ય શીભાયાત્રા સાથે અનેક ધાર્મિક કાર્યક્રમ સાથે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયું જોવા મળી રહ્યું છે.
ગીર સોમનાથમાં નંદ ધેર આનંદ ભયો જય કનૈયાલાલકીના નાદ સાથે વેરાવળ માં શ્રીકૃષ્ણ જન્મ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે જેમાં ભવ્ય શોભાયાત્રા તેમજ લાલાના પ્રાગટય દર્શનનો મોટી હવેલી ખાતે વૈષ્ણવો ધાર્મિક લાભ લેશે શ્રાવણ વદ 8 તા.7નાં ગુરૂવારના શુભ દિને પૂર્ણ પુરૂષોતમ યોગેશ્વર શ્રી કૃષ્ણપ્રભુનો પ્રાગટય દિવસ છે. વેરાવળમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.વેરાવળ બિરાજતા ગોસ્વામી 108 માધવરાયજી મહારાજના અધ્યક્ષ સ્થાને અને તેમના માર્ગદર્શન મુજબ ગુરુવારે સાંજે સાંજે 4-30 કલાકે ભવ્ય વરણાંગી શોભાયાત્રા શ્રી ગોર્વધનનાથજીની હવેલી, શ્રીપાલ ચોકથી વાજતે ગાજતે ડીજેના તાલે પ્રસ્થાન કરશે, જે શ્રીપાલ ચોક, ગીતાનગર, 60 ફુટ રોડ થઈ ભવાની હોટલ, પદમ ટ્રાન્સપોટ, રેચોન, બસ સ્ટેન્ડ, ટાવર, લાઈબ્રેરી, સટ્ટાબજાર, સુભાષરોડ, દ્વારકાધીશની હવેલીએ પહોંચી પૂર્ણ થશે.
- Advertisement -
શોભાયાત્રા-મટકીફોડ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન
શોભાયાત્રામાં રાસની રમઝટ બોલશે તેમજ ભગવાન શ્રી કૃષ્ણના ધોળ પદ કીર્તન ગાઈ આરાધના થશે. શોભાયાત્રામાં અલગ-અલગ જગ્યાએ “મટડી ફોડ નો ઉત્સવ રાખવામાં આવેલ છે.આ અલૌકીક વરણાંગીમાં વૈષ્ણવ પરિવારો તેમજ ધર્મપ્રેમી હિન્દુ સમાજના પરિવારો ત્થા ધાર્મીક યુવક મંડળોને લાભ લેશે. યુવક મંડળો પોતાના ફલોટસ બનાવીને આ શોભાયાત્રામાં જોડાશે. આ ઉપરાંત વિવિધ દર્શન મોટી હવેલી તાલાલા રોડ ખાતે લાભ મળશે જેમાં પંચામૃત સ્નાન દર્શન શ્રાવણ વદ 8 ગુરૂવાર સવારે 7-30 કલાકે, જન્મોત્સવ પંચામૃત દર્શન શ્રાવણ વદ 8 ગુરૂવાર રાત્રે 12-00 કલાકે નંદમહોત્સવ તથા પલના દર્શન શ્રાવણ વદ 9 શુક્રવાર સવારે 11-00 કલાકે લાભ મળશે. શ્રાવણ વદ 9 શુક્રવારના સવારથી રાત સુધી પૂ. માધવરાયજી મહારાજ નૃસિંહબામ હવેલીએ બિરાજશે. મોટી સંખ્યામાં વેરાવળ તથા આજુબાજુના ગિર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લાભ લેશે.
જન્માષ્ટમી તહેવાર સબબ પોલીસ ચુસ્ત બંદોબસ્ત
સોરઠમાં જન્માષ્ટમી તહેવાર નિમિતે પોલીસ દ્વારા ખાસ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેમાં પેહલા જૂનાગઢ શહેર તેમજ તાલુકા કક્ષાએ શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે બેઠકમાં પોલીસ બંદોબસ્તના લીધે સૂચનો મંગાવામાં આવ્યા હતા તેની અમલવારી કરવા પોલીસ સજ્જ છે હાલ ગીર સોમનાથ સહીત સોરઠ પંથકમાં જન્માષ્ટમી તહેવાર માં દૂર દૂર થી ભાવિકો ખુબ મોટી સંખ્યામાં પધારે છે ત્યારે શાંતિ પૂર્ણ માહોલમાં જન્માષ્ટમી તેહવારની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી થાય તે માટે બંને જિલ્લના પોલીસ અધિક્ષક દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.