ચીફ ફાયર ઑફિસર વિશાલ લીંબડિયા પણ નશામાં હતાં
જાહેર જવાબદારીના દુરુપયોગ પર ઉભા થયા સવાલો !
અધિકારીઓ પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ: લોકમાગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર શનિવારની મધરાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર વિભાગની બોલેરો જીજે 11 જીએ 0214 નશામાં ધુત ચાલક દ્વારા રોંગ સાઈડમાં પૂરઝડપે દોડાવાતા ત્રણ યુવાન ઘાયલ થયા હતા. જાણે કે મનપાના ફાયર વિભાગની જવાબદારીની આગ પોતે જ નશામાં ગળી ગઈ હોય તેવો આ દ્રશ્ય હતો. ફિરિયાદી રશ્મિનભાઈ રણછોડભાઈ વણપરીયા, તેમના મિત્રો પ્રદીપભાઈ ઉમરાણીયા અને રોહિતભાઈ સરવૈયાની કાર રોડ પર બંધ પડી ગઈ હતી. તેઓ ઝાંઝરડા રોડ પર ઇંઉઋઈ બેંક પાસે ટોઈંગનું કામ કરી રહ્યા હતા. ત્યાથે પૂરઝડપે આવે છે મનપાની ફાયર બોલેરો જે ટક્કર મારી જિંદગીઓ ઉલાળી નાખે છે. આ ટક્કરથી ત્રણે યુવાનો ઘાયલ થતા લોકોના ટોળા ઊભા થઇ ગયા હતા. બોલેરોનો ડ્રાઇવર વિજય કાછડીયા અને તેની બાજુમાં બેઠેલા ચીફ ફાયર ઓફિસર વિશાલ લીંબડીયા બંને નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. લોકો દ્વારા પોલીસને જાણ કર્યા બાદ બંનેને સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અહીંથી શરૂ થાય છે કથિત બચાવની કહાણી. સિવિલ હોસ્પિટલમાં બંનેનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું પરંતુ મેડિકલ સ્ટાફે માત્ર એક વખત લીધા બાદ ફરી બ્લડ સેમ્પલ લઇ તેઓને રવાના કરી દીધા. અનેક સવાલો ઊભા થયા છે કે દારૂના નશામાં ગુનાની ગંભીરતાને નમ્ર બનાવી દેવાની કોશિશ કેમ થઈ રહી છે? શહેરમાં ચર્ચા છે કે બંને અધિકારીઓ શહેરના મોટા બિલ્ડર સાથે દારૂ પાર્ટી માણી રહ્યા હતા. આ બિલ્ડર હાલમાં પોતાની બિલ્ડીંગ માટે મનપા પાસેથી ગઘઈ મેળવવાની પ્રક્રિયામાં છે. લોકોમાં એવી શકયતા પણ છે કે એ માટે લાભ લેવા દારૂની પાર્ટી આપી હશે. આ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં મનપાની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થયા છે. શું નાગરિકોની સલામતી માટે જવાબદાર અધિકારીઓ નશામાં ફરજ બજાવી શકે? શું મનપાના ચીફ ઓફિસરો કાયદા ઉપર છે? જો સામાન્ય નાગરિક નશામાં વાહન ચલાવે તો તેની સામે તરત જ કાયદેસર કાર્યવાહી થાય છે. પરંતુ અહીં સરકારના કર્મચારી હોવા છતાં છટકાવાનો પ્રયાસ કેમ થયો? આ મામલે હવે વધુ પડતા દબાણો સામે પોલીસ કઈ રીતે બળવત્તર થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. જો યોગ્ય તપાસ અને કાયદેસર કાર્યવાહી નહીં થાય તો નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત સંસ્થાઓ ઉપરનો વિશ્વાસ ઘટી જશે.
અકસ્માત સ્થળ: ઝાંઝરડા રોડ, ઇંઉઋઈ બેંક પાસે
સંબંધિત વાહન: ૠઉં-11-ૠઅ-0214 (મનપાની બોલેરો, ફાયર વિભાગની)
ઝડપાયેલા: વિજય કાછડીયા (ડ્રાઇવર), વિશાલ લીંબડીયા (ચીફ ફાયર ઓફિસર)
ઇજાગ્રસ્ત: રશ્મિનભાઈ વણપરીયા, પ્રદીપભાઈ ઉમરાણીયા, રોહિતભાઈ સરવૈયા
આશંકા: દારૂ પાર્ટી અને બિલ્ડરથી જોડાયેલ ગઘઈ મામલો
- Advertisement -