ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં રાજ્ય કક્ષાના 75માં પ્રજાસતાક પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પર્વના પ્રસંગે અનેક લોકોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પધારેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને પોલીસમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા તેની સાથે નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતીક મશરૂને જાહેર સલામતી ક્ષેત્રમાં કરેલી ઉત્તમ કામગીરી સબબ સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ ત્યારે જૂનાગઢ પોલીસ પરિવારનું ગૌરવ વધારવા બદલ અધિકારીઓ અને સ્નેહીજનો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે.