ધારાસભ્યએ ધમકી આપનારને પાસામાં ધકેલવા ગૃહમંત્રીને રજૂઆત કરી
રસ્તામાં રોકી આવારાતત્ત્વોએ જાનથી મારવાની ધમકી આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
માણાવદરના બુરી ગામમાં ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ માથાભારે શખસએ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના જિલ્લા પંચાયતના મહિલા સભ્ય સહિત અન્ય એક મહિલાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગ્રામજનોમાં ત્રણ આવારા તત્વોને પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરવા મામલતદાર મારફત ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે બુરી ગામના ત્રણ ઇસમો જેમાં કિશન ઉકા ગમારા, મનસુખ નાગજી માટીયા, જીતો રાણા ગમારા સાથે મળી અમારા ગામના લોકોને કાયમી હેરાન કરે છે જેમાં 21 જાન્યુઆરી 2025 ના રોજ અમારા ગામના સરોજબેન જમનભાઈ નનાણીયાને રસ્તામાં રોકી કિશન ઉકા ગમારા બેફામ ગાળો બોલીને ધમકી આપેલ ત્યારબાદ 22 જાન્યુઆરી 2025ના મહિલા અગ્રણી અને જિલ્લા પંચાયત જૂનાગઢના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય કંચનબેન ડઢાણીયાને પણ રસ્તામાં રોકી કિશન ઉકા ગમારા એ બેફામ ગાળો આપેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે ઉપરોક્ત શખ્સ કિશન ઉકા ગમારા ખૂબ જ માથાભારે શખ્સ છે અગાઉ તેની ઉપર ચોરી લૂંટફાટ ના તેમજ અન્ય ઘણા બધા ગુનામાં નોંધાયેલ છે જેની તપાસ કરી કિશન ઉકા ગમારાની સામે પાસાની કાર્યવાહી કરવા અમારી ખાસ માંગણી છે.
આ ઉપરાંત મનસુખ નાગજી માટીયા પણ ખૂબ જ માથાભારે શખ્સ છે તેમ જ ગામમાં પણ જમીનમાં પેશકદમી કરીને રહે છે આ શખ્સની પ્રવૃત્તિ પણ ગામ વિરોધી છે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી અને ત્રીજો શખ્સ જીતો રાણા ગમારા પણ ખૂબ જ માથાભારે હોય સરોજબેન જમનભાઈ નનાણીયાને ગાળો તથા ધમકી આપેલ છે બુરી ગામના લોકોની માંગણી છે કે ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવે તેમજણાવ્યુંહતું.