ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નવમીયુક્ત જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. શહેરમાં ટ્રાફિક નિયમનનું પાલન રહે તેની સાથે ઓવર સ્પીડ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થાય અને પોલીસ પ્રજાની મિત્રએ સૂત્ર સાર્થક બને તેવા હેતુ થી લોકોની વચ્ચે જઈને જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જેમાં પોલીસ અધિક્ષક સાથે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, એલસીબી પીઆઇ જે.જે.પટેલ સહીત પીએસઆઇ અને પોલીસ સ્ટાફ સાથે શહેરના રસ્તા પર ફરીને સમગ્ર શહેરના રસ્તા થી એસપી હર્ષદ મેહતા વાકેફ થયા હતા અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિ તાગ મેળવ્યો હતો.