ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર અને જિલ્લામાં 1 થી 12 ઇંચ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી સાથે ખેતી પાકને ફાયદો થયો છે ત્યારે ગીરનાર અને દાતારના પર્વતોમાં 7 ઇંચ વરસાદ પડતા શહેરનો કાળવો બે કાંઠે વેહતો થયો હતો અને ફરી કાળવાના વોંકળે આવેલ સોસાયટીના રહીશોના જીવ તાલાવે ચોંટી ગયા હતા જોકે વરસાદનું જોર ઘટતા માત્ર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું જેમાં શહેરના ઝાંઝરડા રેલવે અંડરબ્રિજ માં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા હતા અને મહા મુસીબતે બહાર નીકળ્યા હતા બીજી તરફ ભૂગર્ભ ગટરની કામગીરીના લીધે અનેક જગ્યાએ ભુવા પડવાથી રીક્ષા સહીત ફોરવીલ કાર પણ ફસાતા જેસીબી ની મદદ થી ખાડા માંથી બહાર કઢાવી પડી હતી જેમાં કાળવાનું પાણી નરસિંહ મેહતા સરોવર તરફ ડાયવર્ડ કરતા ઝાંઝરડા રોડ સહીત પાણી ભરાયું હતું અને રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જયારે વેહલી સવારથી મેઘરાજા વિરામ લીધો છે.