જૂનાગઢ.તા.૧૭
જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ, પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી નાહીનભાઈ કાઝી, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી હુસેનભાઈ દલ,સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઇ બેઠક.
- Advertisement -
બેઠકમાં આગામી દિવસોમાં પાર્ટી દ્વારા સૂચવાયેલા કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
જુનાગઢ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની કારોબારી બેઠક તા. ૧૬/૧/૨૦૨૨ નાં રોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ જેમા પાર્ટીની નીતિ રીતે તેમજ સંગઠનના માળખાને વધુ મજબૂત કરવા ની સાથે દરેક કાર્ય કરો ને સૂચવેલા કાર્યો સત્વરે પૂરા કરવા ની સાથે આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેઠક નો પ્રારંભ મહાનુભાવો એ દિપ પ્રાગટ્ય કરી બેઠકનો શુભારંભ કર્યો હતો. જયકુમાર ત્રિવેદીએ “વંદે માતરમ” ગીતનું સમુહ ગાન કરાવ્યું હતું, આ બેઠકમાં જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી જયકુમાર ત્રિવેદી, જીલ્લા ભાજપ મંત્રી ચંદુભાઈ મકવાણા, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નાહીનભાઈ કાઝી, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી હુસેનભાઈ દલ, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના કારોબારી સભ્ય હુસેનભાઈ સીડા, ગુજરાત રાજ્ય વકફ બૉર્ડના ડીરેકટર સિરાજભાઈ માડકીયા, જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલામીંયા સૈયદ, જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના બંને મહામંત્રીઓ આરીફભાઈ નાઈ અને નજીરખાન બેલીમ, જીલ્લા લઘુમતી મોરચાના હોદેદારો, કારોબારી સભ્યો, ખાસ આમંત્રીત સભ્યો, દરેક મંડળના મોરચાના પ્રમુખો/મહામંત્રીઓ, તાલુકા પંચાયત અને નગર પાલીકાના ચુંટાયેલા ભાજપના સદસ્યો તેમજ લઘુમતી મોરચાના સિનિયર આગેવાનો હાજર રહ્યા હતા.
સ્વાગત પ્રવચન અબ્દુલામીંયા સૈયદે કર્યું હતું. દરેક તાલુકા/શહેર મંડળના લઘુમતી મોરચાના પ્રમુખો એ મહાનુભાવોનું બુકે અર્પણ કરી સ્વાગત/સન્માન કર્યું હતું. જીલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ એ હિન્દી ભાષામાં જુસ્સાદાર અને શાનદાર વક્તવ્ય આપ્યું હતું. પ્રદેશ મહામંત્રી નાહીનભાઈ કાઝી એ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. હુસેનભાઈ દલ તથા વલીભાઈ દલ એ પ્રાસાંગીક પ્રવચનો કર્યા હતા. આરીફભાઈ નાઈ એ બેઠકનું સંચાલન કર્યું હતું. જીલ્લા મંત્રી સાજીદભાઈ મલેક એ આભાર વિધિ કરી બેઠક પુર્ણ થયેલી જાહેર કરી હતી.