ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં તા.2 અને 3 ઓગસ્ટ રોજ ધોળા દિવસે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી જેમાં પ્રથમ ગોધાવાવપાટી પાસે આવેલ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા દક્ષાબેન મારુના ઘરમાં દીનદહાડે રૂ.3.30 લાખના માલમતાની ચોરી ચોરી થઇ હતી અને ત્યાર બાદ બીજા દિવસે લોઢિયાયાડી વિસ્તરામાં આવેલ કૃષ્ણનગર સોસાયટીના એક બંધ મકાનમાં બપોર ના સુમારે સોના ચાંદી ના દાગીના અને રોકડ રૂપિયા સહીત કુલ 17.50 લાખની ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસે ગણતરી ના દિવસો માં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
ચોરી ના બનાવ બાદ ચોરીનો ભેદ ઉકેલવા રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને એસપી હર્ષદ મેહતા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ સહીતના સ્ટાફે વિશેષ તપાસ હાથધરી હતી અને સીસીટીવી ફૂટેજ સહીત ની જીણવટ ભરી તપાસ અંતે ત્રણ ઈસમો ઇવનગર માં છુપાયા હોવાની હકીકત મળતા પોલીસે ઇવનગર ગામના ચંદુ દેવીપૂજકના ઝુંપડામાં હોવાની બાતમી મળતા ઝુંપડા માં છાપેમારી કરી હતી અને ચોરીના આરોપીઓ સોના ચાંદીના દાગીનાની ભાગ બટાઈ કરતા ઝડપાઇ ગયા હતા જેમાં સુરેશ ઉર્ફે સુરી હેમાભાઇ ભોજાવીયા, ભૂભતી બિકાઉ ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશ વાતની સાથે ઇવનગર ઝૂંપડામાં રેહતો ચંદુ બાલુ ચુડાસમાને ઝડપી પૂછપરછ કરતા તેની પાસેથી ક્રાઇમ બ્રાન્ચે કુલ.રૂ.16.94 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે આરોપીઓ સામે અન્ય ગુના પણ સામે આવ્યા જેની વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.