બ્રિજેશ લાવડીયાના મોતનું રહસ્ય અકબંધ
પોલીસ ડ્રાઇવર મોત મામલે એસપી રવી તેજા – પીઆઇ વાઢેર સામે પગલાં લેવા ગૃહ વિભાગના આદેશ: રહસ્યમય મોત મામલે ફરિયાદ દાખલ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ તાલીમ મહા વિદ્યાલયમાં ડેપ્યુટેશન ડ્રાયવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડીયાની લાશ ગત તા.21.3.2023ના રોજ શાપુર પાસે સિમ વિસ્તારની વાડીમાં ઝાડવે ગળાફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી જયારે આ બનાવ મામલે પુત્ર રિતેશકુમારને શંકા જતા તેને જેતે સમયે પિતાની હત્યા મામલે ઊંડાણ પૂર્વક તપાસની માંગ સાથે એક અરજી એસપી રવિતેજા વાસમ શેટ્ટીને તપાસ કરવાની માંગ કરી હતી અને ત્યાર બાદ સત્ય બહાર લાવવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને અને પિતાના મોત મામલે જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી હતી.
આ બાબતે ગુજરાત હાઇકોર્ટે તત્કાલીન એસપી અને પીઆઇ સામે પગલા ભરવા ગૃહ વિભાગને આદેશ કર્યો હતો. જયારે આ સમગ્ર ભેદી સંજોગોમાં થયેલ મોત મામલે હાઇકોર્ટે આ રહસ્યમય મોત મામલે એસપી અને પીઆઇને આટલા સમયથી કેમ કોઇ પગલા લેવામાં નથી આવ્યા અને આ કેસ મામલે ગુનો નોંધવા આદેશ કર્યા હતા.
જૂનાગઢમાં પોલીસ વિભાગના જ ડ્રઇવર સામે પોલીસે ફરિયાદ અને તપાસ નહીં કરનાર ડીએસપી અને પીઆઇને હાઇકોર્ટે ઝાટકણી કાઢતા સાથે એવી પણ ટકોર કરી હતી કે, મૃત્યુ પામનાર ડ્રાઇવરના ફોટા જોઇને પણ તમને તપાસ કરવાની ભાન ન હોતી પડતી ? શું તમારી ફરજ ન હોતી કે તરફ ફરિયાદ નોંધીને તપાસ કરવી જોઇએ ? તમારા જ પોલીસને કોઇ મારી નાખે તમારા પેટનું પાણી નથી હલતુ. આટલી ગંભીર બેદરકારી સહન કરી શકાશે નહી.
- Advertisement -
કોર્ટના વલણને જોતા પબ્લીક પ્રોસિકયુટર મિતેશ અમીને એવી દલીલ કરી હતી કે, સાંજ સુધીમાં તેમની ફરિયાદ નોંધી લેવામાં આવશે અને તેના પર ઝડપથી તપાસના આદેશ પણ આપી દેવામાં આવશે. જો કે કોર્ટે કોઇ પણ સંજોગોમાં અધિકારીઓને રાહત આપવા ઇન્કાર કર્યો હતો.
પોલીસ વિભાગમાં ડેપ્યુટેશન પર ગયેલા ડ્રાઇવરનું ભેદી સંજોગમાં થયેા મૃત્યુ મામલે પોલીસ તપાસમાં બેદરકારી દાખવવા બદલ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેર સામે હાઇ કોર્ટે કાયદેસરના પગલા લેવા ગૃહ વિભાગને આદેશ કર્યો છે. સુનાવણી દરમિયાન બંને પોલીસ અધિારી કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે બંને અધિકારીને કોર્ટમાં આગળ બોલાવાને એવો સવાલ કર્યો હતો કે માર્ચ મહિનામાં તમને કરેલી ફરિયાદમાં હજુ સુધી તમે શું પગલા લીધા છે ? તેનો કોઇ જવાબ નહીં આપી શકનાર ડીએસપી અને પીઆઇનો હાઇકોર્ટે ઉધડો લીધો હતો.