વેરાવળમાં તબીબ આત્મહત્યાના કેસમાં
ખાસ-ખબર સંવાદદાતા
રઘુવંશી સેનાના સુપ્રીમો અને જૂનાગઢના ડે.મેયર અને ખેતીબેકના ચેરમેન ચગ પરીવારને મળ્યા હતા અને તેમને સાંતવના પાઠવી હતી.વેરાવળમા નામાંકિત ડોક્ટરના આપઘાતનો મામલો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે. ત્યારે પરીવારને પડખે રઘુવંશી સમાજ આવ્યો છે.જેમાં રઘુવંશી સમાજના સુપ્રીમો અને જૂનાગઢ ના ડે.મેયર ગિરીશ કોટેચા તથા ગુજરાત ખેતીબેકના ચેરમેન ડોલર કોટેચા પણ પીડિત પરીવારની મુલાકાતે આવ્યા હતા . સમગ્ર બાબતની પરીવાર સાથે ચર્ચાઓ કરી હતી અને આ ઘટનામા કોઇપણ હશે તેમને છોડવામા નહી આવે અને ગુજરાત નહી પણ ભારતનો રઘુવંશી સમાજ પીડિત પરીવારની સાથે ઉભો રહેશે તેમ જણાવેલ હતુ.જેમાં ડોલર કોટેચા એ જણાવ્યું હતું કે માનવ સેવા એજ પ્રભુ સેવા ચલાવતા એવા રઘુવંશી સમાજના જ્ઞાતીરત્ન ડો. અતુલ ચગે આપઘાત કરી જીવ ગુમાવ્યો છે જેની સુસાઇટ નોટ પણ મળી છે જેના પ્રત્યાઘાત નેતાઓ આમા સંડોવાયેલ હોય કે સંકળાયેલ હોય ત્યારે પોલીસ તાત્કાલિક પગલા ન લે પણ પોલીસ પર પુરો ભરોસો છે કે આ પરીવારને ન્યાય મળશે.ગિરીશ કોટેચાએ જણાવેલ કે આજે પીડિત પરિવારની મુલાકાતે આવ્યા છે ત્યારે માત્ર સમાજ જ નહી પણ દરેક સમાજ માટે સેવાભાવી ડોક્ટર ગુમાવ્યા છે જૂનાગઢમા પણ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, પ્રદિપ ખીમાણી સહીત 100 જેટલા રઘુવંશી કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર પાઠવેલ છે.સમગ્ર સમાજ પીડિત પરિવાર સાથે ઊભો રહેશે તેમ પણ જણાવ્યું હતું.