ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
ભવનાથ ખાતેના અવધૂત આશ્રમની ગૌશાળાના કર્તાહર્તા કલ્યાણગીરીના 3 બેંક ખાતા પર સાયબર ફ્રોડની ફરિયાદના 40.76 લાખ જમા થયા હતા અને તેમણે બધા 8 પૈસા ઉપાડી લીધાં હોવાનું તપાસમાં ખુલતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે સાધુની ધરપકડ કરી હતી. તપાસનીશ તાલુકા પીઆઈ એફ. બી. ગગનીયાએ તપાસના 8 મુદે કલ્યાણગીરીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. પરંતુ અદાલતે તા. 20 ડિસેમ્બર સુધી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાધુના રિમાન્ડ મળતાંની સાથે પોતાના તથા ગૌશાળાના બેંક ખાતામાં લોકોના સાયબર ફ્રોડના જમા થયેલા 40.76 લાખ ઉપાડી ક્યાં સગેવગે કર્યા, સાથે કોની કોની સંડોવણી હતી, કેટલું કમિશન મેળવી બેંક એકાઉન્ટ ભાડે કોને ભાડે આપ્યું સહિતના 8 મુદે કલ્યાણગીરીની પૂછપરછ હાથ ધરી છે.



