મકાન માલિક અને ભાડુઆત વચ્ચે લડાઈ શરુ
મનપા પાસે ટેકનિકલ રિપોર્ટ કે રોજકામ નથી: એડવોકેટ સંઘવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં વરસાદે મેઘ તાંડવ બાદ શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા જેમાં વરસાદના વિરામ બાદ દાતાર રોડ પર જર્જરિત ઇમારત ધરાશાય થતા ચાર જીંદગી હોમાય હતી અને ત્યાર બાદ એકજ પરિવારના ત્રણ સભ્યો મૃત્યુ થતા તેની પત્ની મયુરી બેને પણ એસીડ પી આપઘાત કરી લીધો હતો અને પરિવાર નો માળો વિખાય ગયો હતો.
જૂનાગઢમાં બનેલી ગોજારી દુર્ઘટના બાદ મહાનગર પાલિકા સામે રોષ ભભૂકી ઉઠયો છે અને કમિશનર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠી છે એવા સમયે ઘોર નિદ્રામાં સુતેલ મનપા અધિકારી ઉઠી ગયા હતા અને જર્જરિત ઇમારતોને નોટીશ આપેલ બિલ્ડીંગોને ઉતારી લેવા કામગીરી શરુ કરી છે જે મુદ્દે જૂનાગઢના અગ્રણી એડવોકેટ કિરીટભાઈ સંઘવીએ ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં અનેક જગ્યા જર્જરિત ઇમારતો છે પણ બહારથી જોઈને મનપા નોટીશ આપીને સંતોષ માનિલે છે ખરેખર મનપાના અધિકારીઓ રોજકામ નથી કરતા અને ટેક્નિકલ રિપોર્ટ પણ નથી કરતા ખરેખર જે જર્જરિત ઇમારત હોય તેનું રોજકામ અને ટેકનિકલ રિપોર્ટ સાથે રજુ કરવા જોઈએ આજે હવે જૂનાગઢમાં એવી સ્થિતિ નિર્માણ ઉભી થઇ છે કે મકાન માલિક અને ભાડુઆત આમને સામને આવી ગયા છે વિવાદ ઉભો થયો છે.
- Advertisement -
જે મકાન માલિક વર્ષોથી જુના ભાડુઆતને ખાલી કરાવી નથી શક્યા તે હવે જો મનપા જર્જરિત મકાનને તોડી પાડે તો વર્ષો જુના ભાડુઆત પોતાની રોજીરોટી રળવા હવે ક્યાં જાય જેના લીધે હવે શહેરભરમાં નવો વિવાદ શરુ થશે ત્યારે એડવોકેટ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે જે ખરેખર જર્જરિત ઇમારતો હોય તેને ઉતારી લેવી જોઈએ પણ નીચેની દુકાનો ખરેખર મજબૂત હોય અને ઉપરનો ઈમલો જો જર્જરિત હોય તો જે ભાગ ખરેખર જર્જરિત હોય તેજ ઉતારી લેવો જોઈએ આતો આખું બિલ્ડીંગ પાડી દેવાથી અનેક લોકોની રોજીરોટીનો પ્રશ્ન ઉભો થશે મનપાએ પેહલા ટેકનિકલ રિપોર્ટ કરવો જોઈએ અને ત્યાર બાદ ખરેખર જે બિલ્ડીંગ નો ભાગ જર્જરિત હપય તેને ઉતારી લેવો જોઈએ હવે શહેર ભરમાં કોર્ટનો સહારો લેવા લોકોની દોડાદોડી જોવા મળી રહી છે.