ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જુનાગઢ મનપામાં કોંગ્રેસ પક્ષમાંથી ચુંટાયેલા કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રાડા જે જગ્યાએ રહે છે તે જગ્યાને કાયદેસર કરવા હાઈકોર્ટનો સ્ટે હોવા છતા ડીમોલેશન કરેલ છે, ડીમોલેશન સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષી તથા લલિતભાઈ પણસારા સ્થળ પર હાજર હતા અને તેઓએ જણાવેલ કે તમો રાજકીય ઈશારે કોંગ્રેસપક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરનું મકાનનુ ડીમોલેશન કેમ કરો છો તો અધિકારીદ્વારા એવુ જણાવેલ કે હાઈકોર્ટની નોટીસ હતી તેથી અમો આ મકાનનુ ડીમોલેશન કરીએ છીએ. પરંતુ ઉપરોક્ત મકાન કાયદેસર કરવા હાઈકોર્ટનો 2021 થી સ્ટે હોવા છતા ડીમોલેશન કરેલ છે.
શહેરના કાળવાના કાંઠે ઘણા બધા ગેરકાયદેસર બીલ્ડીંગોને પાડવા માટેના હાઈકોર્ટના હુકમો હોવા છતા આ બાબતે કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી રાખી ભાજપના ઈશારે કોંગ્રેસપક્ષને ટારગેટ કરી અને કોંગ્રેસપક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરના મકાનો તોડી પાડવામાં આવે છે. જયારે રેવન્યુ વિભાગ દ્વારા ખોટી માપણી સીટો, ખોટા દસ્તાવેજો અને ખોટા બીનખેતીના હુકમોમાં ફેરફાર કરી નાખેલા છે અને જેને કારણે ઘણા બધા ભાજપના મોટા માથાઓના ગેરકાયદેસર બાંધકામો હાલ વોકળા કાઠે તથા અન્ય જગ્યાએ ખડકાયેલા છે. આ દબાણો દુર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ જાહેર મંચ ઉપર થી દુર કરવા માટે કહેલ હતું. છતા પણ આજદીન સુધી આ દબાણ દુર કરવામાં આવતા નથી કારણ કે આ તમામ દબાણો ભાજપના મોટા નેતાઓના હોય જેથી તેમને તંત્ર દ્વારા એક પણ નોટીસ આપવામાં આવેલ નથી કે પાડવામાં આવેલ નથી. ભાજપ પાર્ટીમાં જ અન્ય ઘણા બધા બુટલેગર અને આવારા તત્વો છે જેમના પણ ગેરકાયદેસરના દબાણો પાડવામાં આવતા નથી. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે પાર્ટી દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવે છે. માત્ર ને માત્ર વિપક્ષના કોર્પોરેટરોને સતાના જોરે દબાવવાની કોશીષ કરવામાં આવી રહી છે. જેથી આ બાબતે નિસ્પક્ષ કામગીરી તંત્ર ને તથા પોલીસને ચેતવણી આપીએ છીએ. જો આ રીતની કામગીરી કરવામાં આવશે તો ગેરકાયદેસરના બાંધકામ અને આવારા તત્વોના લિસ્ટ સાથે પોલીસ તથા સરકારી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારીને આવેદન પત્ર અપાયું હતું.