ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્થિત આવેલ 8 ગુજરાત બટાલિયન એનસીસી જૂનાગઢ દ્વારા કંબાઇન એન્યુઅલ ટે્રનિંગનો કેમ્પ/2 નો જામ કંડોરણા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ યુનિટ દ્વારા તા.25-9થી તા.4-10 સુધી એનસીસીના બોઇઝ અને ગર્લ્સ કેડેટના પ્રશિક્ષણવર્ગ માટે જામકંડોરણા સ્થિત લેઉવા પટેલ વિદ્યાર્થીભવન ખાતે કેમ્પ કમાન્ડન્ટ કર્નલ કુમાર પિલ્લાઇની ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જુદી-જુદી સંસ્થાના 516 કેડેટસ અને 12 એનસીસી ઓફીસર અને 5ાંચ જુનિયર ઓફીસર અને 11 નોન કમિશન અફીસર કેમ્પમાં વિવિધ કામગીરી સાથે કેમ્પને સફળ બનાવી રહ્યા છે.
જૂનાગઢ 8 ગુજરાત બટાલિયન NCC દ્વારા કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનો પ્રારંભ
