ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે શહેરના ગાંધીચોક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી.
સૂતરની આંટીનો આ કાર્યક્રમ ગાંધીજીના ખાદી અને સ્વાવલંબનના સંદેશને યાદ કરવા માટે યોજાયો હતો. આ અવસરે શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડે. મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, પૂર્વ મેયર શ્રીમતી જ્યોતિબેન વાછાણી ઉપરાંત કોર્પોરેટરો સોનલબેન પનારા, ભાવનાબેન વ્યાસ, જયેશભાઈ ધોરાજીયા તેમજ અન્ય અગ્રણીઓ લીલાભાઇ પરમાર, માલદેભાઈ ડોડીયા, મુનાભાઈ ઓડેદરા, ગીરીશભાઇ આડતીયા વગેરે કાર્યકરોએ પૂજ્ય બાપુને વંદન કર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા જૂનાગઢ ભાજપ દ્વારા રાષ્ટ્રપિતાના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
ધોધમાર વરસાદ વચ્ચે મધુર સોશિયલ ગ્રુપ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા ધોધમાર વરસતા વરસાદની વચ્ચે પણ બાપુને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે, બાપુએ માત્ર દેશને આઝાદી જ નથી અપાવી, પરંતુ સાથે સાથે દરેક દેશવાસીઓને ’સત્યમેવ જયતે’ નો મહાન સંદેશ પણ આપ્યો છે. જોકે, દુ:ખની વાત એ છે કે, આજે સત્ય, સાદગી, ખાદી અને સ્વાવલંબન જેવા ગાંધીજીના આદર્શો માત્ર ચોપડા, કાગળ અને દીવાલો ઉપર જ જોવા મળે છે. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગાંધીજીને સાચી અંજલિ આપવા માટે આપણે ક્યાંય મોટા પહાડ ઉપાડવા જવાની જરૂર નથી. આપણે માત્ર આપણા વ્યક્તિગત જીવનમાં સત્ય અને સાદગીને અપનાવીએ, તે જ ખરા અર્થમાં બાપુને આપેલી સાચી અને સાર્થક અંજલિ કહેવાશે.



