ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ બક્ષીપંચ સમાજના હિતમાં આપેલા કોલકાતા હાઇકોર્ટના ચુકાદોનો પશ્ચિમ બંગાળના તુણમુલ કોંગ્રેસ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ભાજપ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ નાયકની સુચનાથી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ પાર્ટીના આગેવાનો અને બક્ષીપંચ સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં ઝાંસીની રાણી પ્રતિમા પાસે મમતા બેનર્જીના પૂતળા દહનનો કાર્યક્રમ અને ભાગલા પાડોને રાજ કરો એવી માનસિકતા ધરાવતી નીતિનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
તેમાં ઉપસ્થિત રહેલા પુનીતભાઈ શર્મા, મનનભાઈ અભાણી, વિનુભાઇ ચાંદગેરા, વિજયસિંહ ઝાલા, વનરાજભાઈ સુત્રેજા, પુંજાભાઈ સિસોદિયા, નિરૂબેન કાંબલીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે.ચાવડા, લલિતભાઈ સુવાગીયા, નટુભાઈ પટોળીયા, હિતેશભાઈ ઉદાણી, મુન્નાભાઈ ઓડેદરા, રમેશભાઈ બાવળીયા, લાલજીભાઈ અમરેલીયા, વિનુભાઇ ડાંગર, મંત્રી મનિષાબેન વૈશ્નાણી, કારાભાઇ રાણવા, વિનસ હદવાણી, પ્રજ્ઞેશ રાવલ, મિલન ભટ્ટ, ભાવેશ પોશીયા, રસીક ચનીયારા, જે.એ.કુરેશી તથા બહોળી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે મિડિયા કવરેજ કેતન નાંઢા તથા યસ ચુડાસમાએ કર્યું હતું તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવ્યું છે.