ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ શહેરમાં આવેલ અતિ પ્રાચીન મંદિર ભૂતનાથ મહાદેવનો અનેરો મહિમા છે ત્યારે શ્રાવણ માસમાં શિવ ભક્તો બોહળી સંખ્યામાં દર્શન કરવા આવેછે જયારે પવિત્ર શ્રાવણ માસમાં મંદિરને રોશનીથી ઝળહળિત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ પ્રાચીન નગરીની સાથે અને પ્રાચીન શિવાલયો આવેલ છે ત્યારે ભુતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે મંદિરને ઝળહળતું રોશનીથી કરવામાં આવ્યું હતું અને મહાદેવને દિવ્ય શણગાર કરાયો હતો.
- Advertisement -
જેનું લોકાર્પણનો કાર્યક્રમ જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસીયાના હસ્તે કરવામાં આવેલ તેમજ ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ અને ભુતનાથ મહાદેવના મંદિરના મહંત મહેશ ગીરીબાપુ સહિતના અગ્રણી આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રાવણ માસના દિવસો દરમિયાન ભગવાન ભોળાનાથને દિવ્ય શણગાર સાથે મહા આરતી સહીત ભક્તો માટે ખાસ વ્યવસ્થા મંદિરના મહંત મહેશગીરબાપુ દ્વારા કરવામાં આવી છે.