ખેડૂતોના બોકસ પલળી જતા પડ્યા પર પાટુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ યાર્ડમાં કેરીની હરાજી રહી હતી ત્યારે અચાનક વરસાદ આવતા શેડ પડેલા પાંચ છ હજાર કેરીના બોક્સ પલળી ગયા હતા. પૂરતા શેડ ન હોવાના લીધી કેરી લઈ ખેડૂતો અને ચાલી ઇજારદારોને મોટું નુકસાન થયું હતું. સેસ લેવામાં આવતી બહાર હોવા છતાં પાર્ડ દ્વારા દ્વારા પૂરતી સુવિધા ઉપલબ્ધ ન કરાવાતા . ખેડૂતોમાં નારાજગી વ્યાપી હતી.
હાલ કેસર કેરીની સિઝન પર બહારમાં ચાલી રહી છે. ગઈકાલે 18-20 હજાર કેરીના બોક્સ આવ્યા હતા. જ્યારે આજે 25 હજાર જેટલા બોક્સની આવક થઈ હતી. આવક વધુ હોવાથી કેરીના બોક્સ શેડની બહાર રાખવામાં આવ્યા હતા. હરાજી ચાલી રહી હતી ત્યારે જ અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું. ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં હરાજીમાં દોડધામ થઈ ગઈ હતી.
ખુલ્લામાં રાખેલા કેરીના પાંચ છ હજાર બોક્સ વરસાદમાં પલળી ગયા હતા જેથી કેરી બહાર નીકળી ગઈ હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે યાર્ડદ્વારા કેરીના બોક્સ દીઠ બે રૂપિયા સેસ વસુલ કરવામાં આવે છે તેમ છતાં યાર્ડ દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. વરસાદના લીધે કેરી પલળી જતા કેરી લઈ આવેલા ખેડૂતો ઇજારદારો કફોડી હાલતમાં મુકાયા હતા અને યાર્ડમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એવી માંગણી કરી હતી.